SOUના પ્રવાસીઓ માટે સારા સમાચાર, 28 થી 31 ઓક્ટોબર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ નહી રહે

| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:04 PM

Statue of Unity : સરદાર જયંતિ નિમિત્તે કેવડિયામાં પીએમ મોદીના કાર્યક્રમને પગલે અગાઉ 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રવાસન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

NARMADA : આખરે પ્રવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) સહિતના પ્રવાસન સ્થળો ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે સરદાર જયંતિ નિમિત્તે કેવડિયામાં પીએમ મોદીના કાર્યક્રમને પગલે અગાઉ 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રવાસન સ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે હવે SOU સાઈટ પરના તમામ પ્રવાસન સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે.

31 ઓક્ટોબરે સરદાર જયંતિએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. પીએમ મોદીનો કાર્યક્રમ હોવાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પોની મુલાકાત લઈ મજા માણી શકશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે 17 સપ્ટેમ્બરે સમાચાર સામે આવ્યાં હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. અધિકારીઓએ આજે ​​આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે, 31 ઓક્ટોબરે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચી શકે છે, જે ભારતના લોહપુરુષની જન્મજયંતિ છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગયા વર્ષે 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો : નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલો આપણો દેશ ખૂબ જ મહત્વપૂર્ણ

આ પણ વાંચો : Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત