1917માં મહારાજાએ શરૂ કરેલી રાજપીપલા-અંકલેશ્વર ટ્રેન બંધ, ફરી શરૂ કરવા રાજવી પરિવારે મોદીને પત્ર લખ્યો

|

Jul 06, 2022 | 4:55 PM

રાજપીપલાથી મહારાજ સ્વ. વિજયસિંહજીને મુંબઈ સુધી જવું હોઈ અને રાજપીપળાના લોકોને ટ્રેનની સગવડતા મળે તે હેતુથી નેરોગેજ રેલવે લાઈન શરુ કરવામાં આવી હતી. આ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરવા માટે રાજવી પરિવારે દિલ્હી સુધી અનેક રજૂઆતો કરતા બ્રોડગેજની લાઈન નંખાઈ હતી.

1917માં મહારાજાએ શરૂ કરેલી રાજપીપલા-અંકલેશ્વર ટ્રેન બંધ, ફરી શરૂ કરવા રાજવી પરિવારે મોદીને પત્ર લખ્યો
The royal family wrote a letter to Modi

Follow us on

1917માં મહારાજા સ્વ.વિજયસિંહજીએ શરુ કરેલી રાજપીપલા (Rajpipala) થી અંકલેશ્વર (Ankleswar) વચ્ચે ચાલતી ટ્રેન (Train) બંધ થઈ જતાં રાજપીપલાના રાજવી પરિવારે દુઃખની લાગણી વ્યક્ત કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ટ્રેન ફરી શરુ કરવા રજૂઆત કરી છે. નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે ચાલતી ટ્રેન બંધ થઈ જતાં વિકાસથી વંચિત રહી ગયું છે વર્ષ 1917 માં પ્રજવત્સલ રાજા સ્વ. વિજયસિંહજી મહારાજે રાજપીપલાથી અંકલેશ્વરને જોડતી નેરોગેજ રેલવે લાઈન શરુ કરાવી હતી. રાજપીપલાથી મહારાજ સ્વ. વિજયસિંહજીને મુંબઈ સુધી જવું હોઈ અને રાજપીપળાના લોકોને ટ્રેનની સગવડતા મળે તે હેતુથી નેરોગેજ રેલવે લાઈન શરુ કરવામાં આવી હતી. આ નેરોગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં પરિવર્તિત કરવા માટે રાજવી પરિવારે દિલ્હી સુધી અનેક રજૂઆતો કરતા બ્રોડગેજની લાઈન નંખાઈ હતી.

વર્ષ 2013 માં રાજપીપલા અંકલેશ્વર નેરોગેજ લાઈનનું બ્રોડગેજ લાઈનમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું અને રાજપીપલા રેલવે સ્ટેશન ખાતે ટિકિટ બુકીંગ વિન્ડો પણ શરુ કરવામાં આવી હતી. હાલમાં જ એક વર્ષ પેહલા રાજપીપલા અંકલેશ્વર ટ્રેન મુસાફર નહિ હોવાના કહીને રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે. ટ્રેન તો બંધ કરી પણ હાલ તો ટિકિટ બુકીંગ વિન્ડો પણ બંધ કરી દેવામાં આવી છે. હવે રાજપીપળાના રહીશોને રેલવેની ટિકિટ બુક કરાવવા માટે 30 કિલોમીટર દૂર કેવડિયા ખાતે જવું પડે છે. ટિકિટ બુકીંગની સાથે આવવા જવાનો ખર્ચ પણ વધી જાય છે.

આ પણ વાંચો

આ ટ્રેન સ્થાનિક વેપારીઓની જરૂરિયાત છે. જેથી સ્થાનિક નગરજનોની રજૂઆત રાજપીપલાના પ્રજાવત્સલ મહારાજા રઘુવીરસિંહજી અને મહારાણી રુક્મણીદેવીજીને કરતા મહારાણીએ દેશના પ્રધાન મંત્રીને ટ્રેન અને બુકીંગ વિન્ડો ફરી શરુ કરવાં માંગ કરતો પત્ર લખ્યો છે. સાથે રેલવે મિનિસ્ટર અને રાજ્યના મુખ્ય મંત્રીને પણ લેખિત રજુઆત કરી છે. કેવડિયાથી રાજપીપલા રેલવે લાઈન જોડી અંકલેશ્વર સુધી દોડાવવા માંગ કરી છે. જો નહિ થાય તો સ્થાનિક વેપારીઓ રાજપીપળાથી હિજરત કરવાનું વિચારી રહ્યા હોય એમ મહારાણીએ જણાવ્યું છે. જો ટ્રેન શરુ નહીં થાય તો રજવાડી નગરી ખતમ થઇ જશે. જે બાબત પણ પોતાની રજુઆતમાં દર્શાવી છે. કેવડિયાના વિકાસ વચ્ચે રાજપીપલા શહેરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. રાજપીપલા કેવડિયા લાઈન જોડી અંકલેશ્વર લાઈન પર રેલવે દોડાવવાથી મુસાફરોનો ટ્રાફિક ખુબ વધી શકે તેમ છે.

Next Article