Narmada ડેમની જળસપાટીમાં છેલ્લા 24 કલાકમાં એક મીટરનો વધારો

|

Sep 08, 2021 | 8:52 PM

નર્મદા ડેમની જળ સપાટી 118.41 મીટર થઈ છે. તેમજ આ જળસપાટી આગામી દિવસોમાં વધવાની પણ શક્યતા છે. જેમાં મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ગુજરાત(Gujarat) ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની(Narmada Dam) જળ સપાટીમાં વધારો થઇ છે. જેમાં રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો નોંધાયો છે. જેમાં ઉપરવાસમાંથી 74846 ક્યુસેક પાણીની(Water) આવક થઈ છે. તેમજ ઉપરવાસમા સારો વરસાદ(Rain) વરસતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે.

જેમાં હાલ નર્મદા ડેમની જળ સપાટી 118.41 મીટર થઈ છે. તેમજ આ જળસપાટી આગામી દિવસોમાં વધવાની પણ શક્યતા છે. જેમાં મધ્ય પ્રદેશના કેચમેંટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના લીધે નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. તેમજ હાલ નર્મદા ડેમમાં 4690 MCM લાઈવ સ્ટોરેજ છે.

નર્મદા ડેમની સપાટીમાં છેલ્લા દિવસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં સામાન્ય રીતે સરેરશ દરરોજ સપાટીમાં પાંચ સેન્ટિમીટરનો વધારો જોવા મળતો હતો.

જો કે જોકે ગતવર્ષ કરતા નર્મદા ડેમની સપાટી હજુ પણ 17 મીટર જેટલી ખાલી છે. તેમજ અત્યાર સુધી નર્મદા ડેમની સપાટી 118.41 મીટર છે. તેમજ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઓછો પડવાથી આ વર્ષે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોચશે કે નહીં તે ચિંતાનો વિષય છે.

તેમજ જો નર્મદા ડેમની જળસપાટીઆ વધારો નહિ થાય તો આગામી દિવસો ગુજરાત માટે પાણીને  લઇને કપરા બની શકે છે.

 આ પણ વાંચો : ગુજરાત સરકારે સામાજિક ,ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શરતો સાથે ડીજે અને બેન્ડ બાજાને મંજૂરી આપી

આ પણ વાંચો : ભરૂચમાં માત્ર 2 ઇંચ વરસાદમાં નેશનલ હાઇવે ધોવાયો !!! વાહનોની 12 કિમી સુધી કતાર જોવા મળી

Published On - 8:50 pm, Wed, 8 September 21

Next Video