Narmada: માંગ પૂરી ન કરતા ભત્રીજાએ કરી કાકીની ક્રૂરતા પૂર્વક હત્યા

નર્મદાના પીપલોદ ગામમાં 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને કાળજું કંપે તેવી હત્યા કરવામાં આવી છે. જો કે, આ હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.

Narmada: માંગ પૂરી ન કરતા ભત્રીજાએ કરી કાકીની ક્રૂરતા પૂર્વક હત્યા
| Edited By: | Updated on: Apr 19, 2025 | 4:06 PM

નર્મદાના પીપલોદ ગામમાં 48 વર્ષીય મહિલાનું ગળું દબાવીને કાળજું કંપે તેવી હત્યા કરવામાં આવી છે. જો કે, આ હત્યાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીએ જેની હત્યા કરી તે તેની કાકી હતી. કાકી પાસેથી ભત્રીજાએ અઘટીત માંગણી કરી હતી. જો કે, ભત્રીજાની માંગણી કાકીએ ન સ્વીકારી અને તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી.

આ ઘટના નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં બની છે. મૃતક મહિલાનું નામ રમીલાબેન વસાવા છે અને તેમની લાશ પોતાના ઘરના આંગણામાં જ જોવા મળી હતી. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતાં હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. મૃતકની પુત્રીએ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અને આરોપીને શોધવાની માંગ કરી હતી. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

પોલીસે મોબાઈલ લોકેશન, શંકાસ્પદ ઇસમોની અલગ અલગ વ્યકતિ દ્વારા અને હ્યુમન રીસોર્સીસને આધારે પુછપરછ શરૂ કરી હતી. જો કે, આ તમામ પ્રયાસો થકી પોલીસને પૂરતા પુરાવા ન મળતા તેમણે એફ.એસ.એલ., ડોગસ્ક્વોડની મદદ લીધી અને આરોપીને દબોચી પાડ્યો હતો. આરોપી મહેશભાઇ રૂમાભાઇ વસાવાએ ગુનાની કબુલાત કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો