Narmada : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, 5 અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા

Narmada News : ચિંતન શિબિરના બીજા દિવસે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. કેન્દ્ર સરકારના ગ્રામીણ અને વિકાસ સચિવ અમરજીત સિન્હા વિકાસ મુદ્દે સંબોધન કરશે.

Narmada : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ, 5 અલગ અલગ મુદ્દાઓ પર થશે ચર્ચા
| Edited By: | Updated on: May 20, 2023 | 12:07 PM

નર્મદા જિલ્લાના એકતા નગરમાં ગુજરાત(Gujarat) સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિર(Chintan Shibir)નો આજે બીજો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Cm Bhupendra Patel)ની હાજરીમાં 19 થી 21 મે દરમિયાન દસમી ચિંતન શિબિરનું (Chintan Shibir)આયોજન કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Gujarati Video : છાશવારે કેનાલમાં પડતા ગાબડાંને લઇ કેન્દ્રની ટીમ આવશે બનાસકાંઠાની મુલાકાતે, સિંચાઈના કામોની કરશે સમીક્ષા

ચિંતન શિબિરના બીજા દિવસે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થશે. કેન્દ્ર સરકારના ગ્રામીણ અને વિકાસ સચિવ અમરજીત સિન્હા વિકાસ મુદ્દે સંબોધન કરશે. જે પછી 11 વાગ્યાથી દિવસ ભરમાં 5 અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે. 11 વાગ્યાથી 6 વાગ્યા સુધી આ ચર્ચા ચાલશે.

ચિંતન શિબિરમાં આ પાંચ વિષયો પર મનોમંથન થશે

આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન થવાનું છે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાશે અને ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પ્રસ્તુત કરશે. એટલું જ નહીં, વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન પણ આપશે.

કુલ  230 જેટલા લોકો ચિંતન શિબિરમાં જોડાયા

સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity ) કેવડિયા ખાતે યોજાનારી આ શિબિરમાં મુખ્યમંત્રી સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ, મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા લોકો જોડાયા છે.

ચિંતન શિબિરે પોતાના 20માં વર્ષમાં પ્રવેશ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 20 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે. જેમ, સ્વાગત જેવો ફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્ય રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારે પણ અપનાવ્યો છે.

ગાંધીનગર શહેર અને નર્મદા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:58 am, Sat, 20 May 23