Narmada: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પત્રકાર પોપટલાલે ‘Statue Of Unity’ની મુલાકાત લીધી

|

Jul 02, 2021 | 7:49 PM

આજે તારક મહેતા સિરિયલમાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે (Shyam Pathak) પોતાના પરિવાર સાથે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની મુલાકાત કરી હતી.

Narmada: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલે Statue Of Unityની મુલાકાત લીધી
શ્યામ પાઠકે પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત

Follow us on

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue Of Unity) હવે દેશ વિદેશમાં પ્રસિદ્ધિ પામી રહ્યું છે, વર્ષ 2018માં આનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 3 વર્ષમાં 50 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જેમાં વર્ષ 2019માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)ની સમગ્ર ટીમે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પતંગ ઉત્સવની પણ મજા માણી હતી. તારક મહેતાના ડાયરેક્ટર અસિતકુમાર મોદીએ પણ આ વિસ્તારમાં શૂટિંગ પણ કર્યું હતું.

 

હાલ કોરોનાકાળમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું, ત્યારે શૂટિંગ કરવાની મંજૂરી પણ નહતી આપી. જેના માટે ગુજરાતના દમણ ખાતે એક મહિનાથી તારક મહેતાનું શૂટિંગ એક ખાનગી રિસોર્ટ ખાતે ચાલી રહ્યું હતું. ત્યારે આજે તારક મહેતા સિરિયલમાં પત્રકાર પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે (Shyam Pathak) પોતાના પરિવાર સાથે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આમ તો 2019માં શ્યામ પાઠક (પોપટલાલ) પણ શૂટિંગ માટે આવ્યા હતા, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’થી પ્રભાવિત થઈને લગભગ 3 વર્ષ બાદ પરિવાર સાથે ફરીથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. ‘સ્ટેચ્યુ’ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયેલા પોપટલાલ એટલે કે શ્યામ પાઠકે જણાવ્યું હતું કે આ એક વિરાટ પુરુષની વિરાટ પ્રતિમા છે, જેને જોવા માટે વારંવાર આવવાનું મન થાય છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દિલમાંથી એટલે કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની વ્યુઈંગ ગેલેરીમાંથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનો નજારો પણ અદભુત લાગી રહ્યો હતો.

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની આજુબાજુ સાતપુડાની ગિરિમાળા હાલ ચોમાસાની ઋતુમાં “હરિ હરિ વસુંધરા”નો નજારો જાણે ત્યાંથી હટવાનું મન જ ન થાય તેવો લાગી રહ્યો હતો. પરિવાર સાથે ઘણા સમયથી લોકડાઉનમાં હતા, હાલ કોરોનાકાળ ગુજરાતમાં થોડો હળવો થયો છે, ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા આવાની ઈચ્છા પરિવારે પ્રગટ કરી હતી. ઓનલાઈન ટિકીટ બુક કરાવીને પરિવાર સાથે સ્ટેચ્યુની મુલાકાત લીધી છે, પરિવારને પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોઈને ખૂબ જ આનંદ થયો છે.

 

ખાસ કરીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે જ પણ ત્યાં જંગલ ખાતા દ્વારા બનાવવામાં આવેલ સરદાર પટેલ જુઓલોજીકલ પાર્ક પણ ખૂબ સરસ છે. જ્યારે બાળકો માટે બનાવવામાં આવેલ ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના પણ શ્યામ પાઠકે (પોપટલાલ) ખૂબ વખાણ કર્યા હતા. આમ તો અહીંના તમામ પ્રોજેક્ટ એક અજાયબી જેવા જ છે અને અહીં ફરી આવાનું મન થાય તેવા પ્રોજેકટ રાજ્ય સરકારે નિર્માણ કર્યા છે.

 

Next Article