કેવડિયા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતી શરૂ, આરતી માટે વિશેષ વેબસાઇટ ખુલ્લી મુકવામાં આવી

|

Feb 25, 2022 | 4:10 PM

વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકાશે અને આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે.

કેવડિયા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતી શરૂ, આરતી માટે વિશેષ વેબસાઇટ ખુલ્લી મુકવામાં આવી
Narmada Mahaarati started on Narmada Ghat at Kevadia, special website launched for Aarti

Follow us on

Narmada : કેવડિયા (Kevadia Colony)એકતાનગર ખાતે આવેલ ગોરા ગામના પવિત્ર નર્મદા કિનારે પ્રધાનમંત્રીની પરિકલ્પના પ્રમાણે નર્મદા ઘાટનું (Narmada Ghat)નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા ઘાટને શૂરપાણેશ્વર મહાદેવના મંદિર સાથે જોડવામાં આવ્યો છે. શૂરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આકર્ષક લાઈટીંગ, નદીમાં મ્યુઝિકલ ફુવારા સાથે નર્મદા મહાઆરતીનો (Narmada Mahaarati) પ્રાયોગિક ધોરણે આરંભ કરાવવામાં આવ્યો છે. આ માટે શૂરપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા www.narmadamahaaarti.in વેબસાઇટ વિકસાવવામાં આવી છે.

કેવડિયા ખાતે નર્મદા ઘાટ પર નર્મદા મહાઆરતી શરૂ

વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકાશે અને પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે

વેબસાઇટ મારફતે આરતીના યજમાન બની શકાશે અને આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદી પણ ઘેરબેઠા મેળવી શકાશે.ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની મહાઆરતી થઇ રહી છે. અને આ આરતીના પ્રથમ યજમાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બન્યા હતા.આ મહાઆરતીમાં 6 હજારથી પણ વધુ લોકો ભાગ લઈ શકે, તેમજ શૂલપાણેશ્વર મંદિરથી નર્મદા ઘાટ સુધી જઇ શકાય તે માટે રોશનીથી ઝળહળ થતા સુંદર પ્રકારના કોરીડોરની વ્યવસ્થા કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નર્મદા ઘાટના રાત્રિનો નજારો

વેબસાઇટ મારફતે શ્રધ્ધાળુઓ આરતીના યજમાનનો લાભ લઇ શકશે અને શ્રધ્ધાળુ કદાચિત રૂબરૂ ન આવી શકે તો વર્ચ્યુઅલ યજમાન તરીકેનો લાભ લઇ શકશે.આ ઉપરાંત આદિવાસી ખેડુતની જમીનના અનાજથી આદિવાસી મહિલાઓના સ્વસહાય જુથ દ્વારા નિર્મિત પ્રસાદ નજીવા દરે ઘેરબેઠા મેળવી શકાશે.

નર્મદા ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય અપાય તેવી માગ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક નર્મદા નિગમ તરફથી નર્મદા ઘાટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘાટ પર દરરોજ નર્મદા માતાની આરતીનો કાર્યક્રમ કરવામાં આવશે. આ બાબતે નર્મદા નદીનાં ઘાટે સાધના,ધ્યાન, તપ, તપસ્યા, સેવા કરતા સાધુ સંતોની માંગ હતી કે આ ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય નામ તરીકે રાખવામાં આવે. કારણ કે નર્મદા નદીનાં પવિત્ર કિનારે આદી જગતગુરૂ શંકરાચાર્ય મહારાજે 8 વર્ષની ઉમરમાં આજથી 2500 વર્ષ પહેલા તપસ્યા કરીને સમગ્ર વિશ્વમાં ધર્મની ધજા ફરકાવી હતી.

નર્મદા ઘાટનું નામ આદિ જગતગુરૂ શંકરાચાર્ય અપાય તેવી માગ

આ પણ વાંચો : જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધિકારીઓને સુચના

Next Article