નર્મદામાં 450 લોકોને સનદ આપવાની આદિજાતિ મંત્રીની જાહેરાત બાદ પણ જંગલની જમીનનો વિવાદ યથાવત્, ખેડૂતો ફરી ઉગામશે આંદોલનનું શસ્ત્ર?

નર્મદાના સાગબારામાં આદિવાસી ખેડૂતોનો જમીન હક્ક વિવાદ મંત્રીની 450 સનદની જાહેરાત છતાં ચાલુ છે. ખેડૂતો જંગલ જમીન મુદ્દે વન વિભાગના અધિકારીઓ પર અવરોધનો આરોપ મૂકે છે. સાંસદ મનસુખ વસાવા ખેડૂતોને ટેકો આપી સેટેલાઇટ સર્વેની ખામીઓ દર્શાવે છે. પોતાના જમીન હક્કપત્ર માટે ખેડૂતો ફરી આંદોલનના મૂડમાં છે.

નર્મદામાં 450 લોકોને સનદ આપવાની આદિજાતિ મંત્રીની જાહેરાત બાદ પણ જંગલની જમીનનો વિવાદ યથાવત્, ખેડૂતો ફરી ઉગામશે આંદોલનનું શસ્ત્ર?
| Updated on: Nov 12, 2026 | 6:52 PM

નર્મદાના સાગબારામાં જંગલની જમીનના હક્કપત્ર મુદ્દે આદિવાસી ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ અંગે આદિજાતિ મંત્રીએ 15 નવેમ્બરે 450 લોકોને સનદ આપવાની જાહેરાત કરી છે. છતા ખેડૂતોનો વિવાદ શમ્યો નથી. ખેડૂતો આગામી સમયમાં ફરી આંદોલનના માર્ગે જાય તેવા સૂર ઉઠી રહ્યા છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામના ખેડૂતોની મુલાકાત લીધી અને ખેડૂતો સાથે સંવાદ કરી તેમની વર્તમાન સ્થિતિ જાણી હતી. વન વિભાગના કર્મચારીઓ સામે પણ સાંસદ મનસુખ વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનુ કહેવુ છે કે વનકર્મીઓ ખોપી ગામના ખેડૂતોને જમીન આપવા માગતા નથી. વન અધિકારીની સનદ છે તેમને જ સરકાર જમીનના હક્ક આપશે. જમીનના હક્કપત્ર માટે ખેડૂતોએ એકજૂથ થઈને લડત આપવી પડશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે સેટેલાઈટ સરવેની ખામીને કારણે આદિવાસી ખેડૂતો હક્કપત્રથી વંચિત રહી શકે છે.

વસાવાએ જણાવ્યુ કે જે આદિવાસીઓ 20 વર્ષથી જમીન ખેડી રહ્યા છે તેમને તેમનો હક્ક મળવો જોઈએ. ખેડે તેની જમીનની રાહે આ ખેડૂતો જમીનના ખરા હક્કદાર હોવાનું પણ વસાવાએ જણાવ્યુ.

 

શું કહ્યુ આદિજાતિ મંત્રી નરેશ પટેલે?

નર્મદાના સાગબારામાં છેલ્લા ઘણા સમયથી જમીન ખેડવાનો વિવાદ ચાલી રહ્યો છે, 15 નવેમ્બરે 450 લોકોને સનદ આપવાની આદિજાતિ મંત્રી નરેશ પટેલે જાહેરાત કરી છે. તેમના અનુસાર 450 લોકોની સનદ તૈયાર થઈ ગઈ છે. આ પ્રક્રિયા અહીં બંધ થતી નથી, તે અવિરત ચાલતી પ્રક્રિયા છે.તેમણે કહ્યુ આ કામગીરી માત્ર આદિજાતિ વિભાગ પૂરતી સીમિત નથી. પરંતુ ફોરેસ્ટ, રેવન્યુ અને ગીર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી રહી છે.

નરેશ પટેલે જણાવ્યુ કે નર્મદા જિલ્લાના જે ગામમાં જમીન અધિકારો માટે લડત ચાલી રહી હતી તે ગામો પણ બાકાત નહીં રહે. આ ગામોના ખેડૂતોને પણ સનદ અપાશે અને નવા હક્કપત્ર આપવામાં આવશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે જે સાચા ખેડૂતો હશે તેવા તમામ લોકોને ભવિષ્યમાં સનદ આપીશુ. નર્મદાના ગામમાં અધિકાર પત્ર આપવામાં આવશે. જોકે, મંત્રીની જાહેરાત છતાં સાગબારાના ખેડૂતોનો વિવાદ યથાવત રહેતા હવે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

 

દિવાળીની રજાઓમાં દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ, નાગવા બીચ બન્યો આકર્ષણનું કેન્દ્ર – Video

Follow Us
Loading...
Unable to load recommendations.