Narmada: કરજણ ડેમ 71.26% ભરાયો, 7 દરવાજા ખોલાયા, નીચાણ વાળા વિસ્તારો એલર્ટ પર

|

Jul 12, 2022 | 3:17 PM

કરજણ ડેમ આજે સવારે 9 કલાકે 109.51 મિટર સપાટી પર હતો. એટલે કે ડેમ કુલ 71.26% ભરાયેલો છે. હાલમાં ઇન્ફલો 41500 ક્યુસેક જ્યારે આઉટ ફ્લો આશરે 74000 ક્યુસેક થઈ રહ્યો છે.

ગુજરાત (Gujarat) રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે નર્મદા (Narmad) સહિત અનેક જિલ્લાઓ એવા છે ત્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપીને ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા 48 કલાકની જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે તેના કારણે સરદાર સરોવર તો ખરી જ પરંતુ તેની પાસે આવેલો કરજણ ડેમમાં પણ પાણીની સારી આવક થઈ છે. હવે ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું છે. કરજણ ડેમ આજે સવારે 9 કલાકે 109.51 મિટર સપાટી પર હતો. એટલે કે ડેમ કુલ 71.26% ભરાયેલો છે. હાલમાં ઇન્ફલો 41500 ક્યુસેક જ્યારે આઉટ ફ્લો આશરે 74000 ક્યુસેક થઈ રહ્યો છે.

ગઈકાલે કરજણ ડેમ ઉપરવાસના રેનગેજ સ્ટેશનમાં 11 ઇંચ તથા 10 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કરજણ ડેમ ખાતે આશરે 13 ઇંચ વરસાદ નોંધાયો જેનાથી નવા નીરની આવક થઈ છે. પાણી છોડાતા રાજપીપળા, ભદામ, ભચરવાડા, ધાનપુર, હજરપરા, ધમણાચા સહિત નીચાણ વાળા ગામોને એલર્ટ કરાયા હતા. કરજણ ડેમમાંથી પાણી છોડવાના કારણે અલગ અલગ વિસ્તારમાં 25 લોકો ખેતરમાં ફસાયા હતાં, જેમાંથી એસ ડી આર એફ અને એન ડી આર એફ દ્વારા તમામ 25 લોકો નું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લા કલેકટર ડી એ શાહ, ડી એસ પી પ્રશાંત સુંબે અને રાજપીપલા પ્રાંત અધિકારી પટેલની હાજરીમાં રેસ્કયુમાં સફળતા મળી હતી. આશરે 6 કલાકની જહેમત બાદ તમામ 25 લોકોને સફળતા પૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા.

Published On - 10:58 am, Tue, 12 July 22

Next Video