સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે FM રેડિયો સ્ટેશન શરૂ, લોકોને માહિતી અને મનોરંજન પૂરું પડાશે

|

Aug 17, 2021 | 4:39 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે રેડીયો એફએમની સુવિધા સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ માટે મનોરંજન અને માહિતીનું સશક્ત માધ્યમ બનશે.

રેડીયો પર હેલ્લો અમદાવાદની જેમ હવેથી હેલ્લો કેવડીયાનો પણ અવાજ સાંભળવા મળશે.કારણ કે કેવડિયામાં રેડીયો એફએમની શરુઆત થઇ છે એફએમ રેડિયો 90ની શરુઆત થતા હવે પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન મસ્ત મજાના ગીતો પણ સાંભળી શકશે.

આ ઉપરાંત આ વિસ્તારના સ્થાનિક યુવાનો રેડીયો જોકી બની પ્રવાસીઓને માહિતી પણ આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારે રેડીયો એફએમની સુવિધા સ્થાનિક લોકોની સાથે પ્રવાસીઓ માટે મનોરંજન અને માહિતીનું સશક્ત માધ્યમ બનશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના 75 માં સ્વાતંત્ર પર્વ 15 મી ઓગષ્ટ 2021 ના રોજ FM રેડિયો સ્ટેશનનું સોફ્ટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના 15 થી 20 કિમીના એરિયામાં રેડિયોની 90 FM ની ફ્રિકવંસી પર ” હેલ્લો આપ સાંભળી રહ્યા છો રેડિયો યુનિટી 90 FM એક ભારત શ્રેષ્ઠ ભારત” સાંભળવા મળશે.

આ લોન્ચિંગની સાથે હવે 90 ની ફ્રિકવંસી પર યુનિટી રેડિયો પર સવારે 8 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત વિવિધ વાતો, વિવિધ ઘટનાઓ કે જે અત્યાર સુધી કોઈએ જાણી નહિ હોય કે કોઈએ સાંભળી નહિ હોય એ વાતો કરવામાં આવશે.

આ પણ વાંચો : 4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

આ પણ વાંચો : Shravan-2021: એક મુખી અને બે મુખી રુદ્રાક્ષને ધારણ કરતાં પહેલાં આ બાબતોનું ચોક્કસથી રાખજો ધ્યાન

Next Video