Good News : ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ 70 ટકા ભરાયો

|

Oct 02, 2021 | 2:15 PM

નર્મદા ડેમમાં છેલ્લા 12 કલાકમાં 32 સેમીનો વધારો થયો છે. જેમાં ઉપરવાસ માંથી 50,735 ક્યુસેક પાણીની આવક વધી છે. જ્યારે હાલ નર્મદા ડેમની સપાટી 127.16 મીટર થઈ છે.

ગુજરાતની(Gujarat)જીવાદોરી સમાન નર્મદા ડેમમાં(Narmada Dam)પાણીની આવક ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને લીધે વધી રહી છે. જેમાં છેલ્લા 12 કલાકમાં 32 સેમીનો વધારો થયો છે. જેમાં ઉપરવાસ માંથી 50,735 ક્યુસેક પાણીની આવક વધી છે. જ્યારે હાલ નર્મદા ડેમની સપાટી 127.16 મીટર થઈ છે. તેમજ હાલ નર્મદા ડેમ 70 ટકા ભરાયો છે. તેમજ નર્મદા ડેમમાં હાલ 6271 MCM લાઈવ સ્ટોરેજ છે.

આ ઉપરાંત નર્મદા ડેમની જળસપાટી વધતા ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ નર્મદા નદીનું જળસ્તર વધતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસતા કરજણ ડેમ ના ઉપરવાસ માંથી ભારે પાણી ની આવક થતા કરજણ ડેમ ઓવરફલો થયો અને જેને કારણે ડેમમાંથી 1 લાખ 64 હજાર ક્યુસેક પાણી કરજણ નદી માં છોડવામાં આવ્યું હતું જેને કારણે કરજણ નદી માં પુર આવતા ખેડૂતોના ઉભાપાક ને મોટાપાયે નુકશાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 75 ડેમ ઓવરફ્લો થયા છે. બીજી તરફ વધુ 14 ડેમો પર હાઇએલર્ટ અપાતા હાઇએલર્ટ ડેમોની સંખ્યા 114 થઇ ગઇ છે. જ્યારે 8 ડેમોમાં 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ થયો છે ત્યા એલર્ટ અને 70 થી 80 ટકા પાણી ભરાયુ છે તેવા 12 ડેમો પર ચેતવણી આપવામાં આવી છે.

સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમોમાં 75.51 ટકા જળસંગ્રહ થયો છે. એક રીતે પીવાના પાણીની ચિંતા તો ટળી છે. પરંતુ કેટલાક જિલ્લામાં વધુ વરસાદ પડતા પાકને નુકસાન થયું છે. નર્મદા અને કલ્પસર વિભાગ મુજબ ગુજરાતમાં કુલ 75 ડેમો સંપૂર્ણ છલકાઇ ગયા છે. સૌથી વધુ સૌરાષ્ટ્રના 141 પૈકી 64 ડેમો સંપૂર્ણ છલકાઇ ગયા છે.

આ પણ વાંચો: વિકાસની હરણફાળ : ગુજરાત ખાનગી કંપનીઓના રોકાણ માટે બની રહ્યું છે સૌથી વધુ પસંદગીનું રાજ્ય

આ પણ વાંચો: Gandhi Jayanti 2021 : અમદાવાદનો ગાંધી આશ્રમ જોવા મળશે નવા લુકમાં, સાદગી પણ જળવાશે

Next Video