Gandhi Jayanti 2021 : અમદાવાદનો ગાંધી આશ્રમ જોવા મળશે નવા લુકમાં, સાદગી પણ જળવાશે

ગાંધી આશ્રમના નવા લુક છતાં તેની સાદગી જળવાય રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટ 55 એકર જમીનમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવશે.

Gandhi Jayanti 2021 : અમદાવાદનો ગાંધી આશ્રમ જોવા મળશે નવા લુકમાં, સાદગી પણ જળવાશે
Ahmedabad Gandhi Ashram will be seen in a new look simplicity will also be maintained (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 12:11 PM

ગુજરાતમાં(Gujarat) મહાત્મા ગાંધીનો(Mahatma Gandhi)  અમૂલ્ય વારસો એવો અમદાવાદનો(Ahmedabad) સાબરમતી આશ્રમ( Sabarmati Asharm)  હવે નવા લુકમાં જોવા મળશે. જેમાં પીએમ મોદીના સીધા માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને અમલમાં મુકવામાં આવી રહ્યો છે. જો કે ગાંધી આશ્રમના નવા લુક છતાં તેની સાદગી જળવાય રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટ 55 એકર જમીનમાં રૂપિયા 1200 કરોડના ખર્ચે કાર્યાન્વિત કરવામાં આવશે.

ગાંધી આશ્રમના સમગ્ર વિસ્તારને સાઇલન્ટ ઝોન બનાવવામાં આવશે અને એની સાથે આશ્રમનાં મકાનોને હેરિટેજ લુક આપવામાં આવશ . આ ઉપરાંત પાંચ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફોટો-ગેલરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના સંપૂર્ણ નવીનીકરણ પ્રોજેક્ટ માટે આશરે રૂ. 1200 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.

આ પ્રોજેકટની ડિઝાઇનનું કામ સાબરમતી રિવર ફ્રન્ટ, નવી સંસદના સેન્ટ્રલ વિસ્ટા, વારાણસી કાશીવિશ્વનાથની ડિઝાઇન તૈયાર કરનારા બિમલ પટેલને સોંપવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)ના સીએમ ભૂપેન્દ્ર પટેલે Bhupendra Patel) તેમની દિલ્હી મુલાકાત પૂર્વે પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ( Gandhi Asharm Redevelopement) પ્રોજેક્ટ મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી.

જેમાં આશ્રમવાસીઓને જગ્યા ખાલી કરાવવા મુદ્દે થશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, કે.કૈલાશનાથન, ઓએસડી, આઈ.કે. પટેલ હાજર રહેશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર સહિતના સબંધિત તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ગાંધી આશ્રમ આસપાસના વિસ્તારને  ડેવલપ  કરવાનો  મહત્ત્વનો નિર્ણય લેવાયો છે અને આ અંગેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશને સોંપાઈ છે. આ સમગ્ર કામગીરી ડિઝાઈન અને તેના અમલીકરણ માટે કન્સલ્ટન્ટ નીમવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.

જેમાં આશ્રમની આસપાસના વિસ્તારના લેવલીંગમાં 6થી 7 મીટરનો મોટો તફાવત છે. એટલે જમીન સમથળ કરવા પીરાણાના કચરાના ટેકરો બાયો માઈનીંગ થાય છે, તેમાંથી નીકળતી માટીની પુરાણ કરવામાં આવશે.સરકારે ડેવલપમેન્ટ પ્રોજેક્ટને વેગ આપવા ખેડાના નિવૃત્ત કલેકટર આઈ. કે. પટેલની નિયુક્તિ કરી છે.

આ ઉપરાંત ગાંધીજીના સિદ્ધાંતો માટે કામ કરતી ત્રણ સંસ્થાને કેન્દ્રની ભાજપ સરકારે નોટિસ આપીને જમીન અને મકાનો ખાલી કરી દેવા નોટિસ આપી દેવામાં આવી છે. અહીં 200 જેટલાં કુટુંબોને વિસ્થાપિત કરીને અન્ય સ્થળે વસાવવામાં આવશે.

આ પણ  વાંચો: ગુજરાતના આ ત્રણ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર

આ પણ વાંચો : Ahmedabad: મહિલાઓમાં વધતાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">