ભારતમાં આતંકવાદનો સફાયો પ્રધાનમંત્રી મોદીને આભારી : રાજનાથસિંહ

|

Sep 02, 2021 | 9:58 PM

ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોનાકાળમાં કરેલી વિવિધ પ્રજાલક્ષી કામગીરીઓની ચર્ચા કરવામાં આવી અને અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત(Gujarat) માં કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક હાજરી આપવા આવેલા કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે(Rajnathsingh) વડાપ્રધાન મોદીની કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં આતંકવાદનો(Terrorism) સફાયો પ્રધાનમંત્રી મોદીને આભારી છે.

કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી છે. જેમાં કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ સહિત ગુજરાત ભાજપના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. આજની કારોબારી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કોરોનાકાળમાં કરેલી વિવિધ પ્રજાલક્ષી કામગીરીઓની ચર્ચા કરવામાં આવી અને અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

જ્યારે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહે વડાપ્રધાન મોદીની કામગીરીની ભરપેટ પ્રશંસા કરી હતી અને ભારતમાં આતંકવાદનો સફાયો પ્રધાનમંત્રી મોદીને આભારી ગણાવ્યો હતો.તો કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ પણ કાશ્મીરમાં 370ની કલમ હટાવવાના નિર્ણયને પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની દિર્ઘદ્રષ્ટિના પરિણામ સાથે સરખાવ્યો હતો. જ્યારે કોરોનાકાળમાં કેન્દ્રની મોદી સરકારની કામગીરી અંગે આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

 

આ પણ વાંચો : Dwarka : સતત બે દિવસથી અવિરત મેઘ વર્ષાથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો :  નાસાના અવકાશયાત્રીએ સ્પેસમાં ઉજવ્યો 50મો જન્મદિવસ ! વીડિયો જોઈને લોકોએ કહ્યુ OMG

Next Video