નર્મદાની જળ સપાટી વધતા ‘રેવા’ના પાણી સરહદી વિસ્તારમાં પહોંચ્યા

|

Aug 29, 2020 | 10:40 AM

બનાસકાંઠા: કુલદીપ પરમાર નર્મદાનું જળસ્તર વધતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તાર બનાસકાંઠાને થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન મૂકી હતી. જે પાઈપલાઇન દ્વારા આજે 100 ક્યુસેક પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં હજુ જોઈએ તેટલું પૂરતું પાણી આવ્યું નથી. નર્મદા ડેમની સપાટી ઊંચાઈએ […]

નર્મદાની જળ સપાટી વધતા રેવાના પાણી સરહદી વિસ્તારમાં પહોંચ્યા

Follow us on

બનાસકાંઠા: કુલદીપ પરમાર

નર્મદાનું જળસ્તર વધતાં તેનો સીધો ફાયદો સરહદી વિસ્તાર બનાસકાંઠાને થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકારે દાંતીવાડા ડેમમાં નર્મદાની પાઈપલાઈન મૂકી હતી. જે પાઈપલાઇન દ્વારા આજે 100 ક્યુસેક પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં હજુ જોઈએ તેટલું પૂરતું પાણી આવ્યું નથી. નર્મદા ડેમની સપાટી ઊંચાઈએ આવતા નર્મદાનું પાણી બનાસકાંઠાના મુખ્ય દાંતીવાડામાં છોડવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પાણીથી ડેમના જળસ્તરમાં વધારો થશે. તેમજ નર્મદા નદીમાં વહી જતું પાણી ખેડૂતોને કામે લાગશે. નર્મદા જળસંપતિ નિગમના કાર્યપાલક ઈજનેર યશવંત પટેલે જણાવ્યું હતું કે સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમનું પાણી પમ્પિંગ કરી દાંતીવાડા ડેમમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો યથાવત રહેશે, ત્યાં સુધી દાંતીવાડા ડેમમાં પમ્પિંગ કરી નર્મદાનું પાણી છોડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article