Narmada : રાજપીપળામાં હોમ ક્વોરન્ટાઇન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડાતું એક ખ્રિસ્તી પરિવાર

|

Apr 20, 2021 | 5:04 PM

આ પરિવારે વોટ્સએપમાં મેસેજ વાયરલ કર્યો હતો જેના થકી કોરોનાગ્રસ્ત પરિવારના લોકો ભોજન માટે ઘણાના ફોન આવ્યા. એ દરેકનું સરનામું લઇ આ પરિવાર જમવાનું પૂરું પાડે છે

Narmada : રાજપીપળામાં હોમ ક્વોરન્ટાઇન થયેલા ઘરોમાં નિઃશુલ્ક ભોજન સેવા પહોંચાડાતું એક ખ્રિસ્તી પરિવાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Narmada : રાજપીપળામાં વધતા કોરોનાના કેસોમાં હોમ કોરોન્ટાઈન થયેલા 125થી વધુ ઘરોમા પહોંચાડાતી નિઃશુલ્ક ભોજન સેવા એક ખ્રિસ્તી પરિવાર દ્વારા ભોજન યજ્ઞ શરુ કર્યો છે

જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી આખા રાજપીપળા શહેરમાં પોતાના જ વાહન મારફતે એક પરિવાર નિઃશુલ્ક ભોજન સેવા કરી (Rajpipla Free Tiffin Service) રહ્યું છે. આ પરિવારની માનવીય લોક સેવાને લોકો વખાણી રહ્યા છે. રાજપીપળા સહિત જિલ્લામાં વધતા કોરોનાના કેસોમાં વધુ પડતા દર્દીઓ હોમ ક્વોરન્ટાઇન થયા હોય એવા 125 દર્દીઓ અને તેમના પુરા પરિવારને સવાર-સાંજનું ભોજન આ પરિવાર દ્વારા આપવામાં આવે છે. આ પરિવારે વોટ્સએપમાં મેસેજ વાયરલ કર્યો હતો જેના થકી કોરોનાગ્રસ્ત પરિવારના લોકો ભોજન માટે ઘણાના ફોન આવ્યા. એ દરેકનું સરનામું લઇ આ પરિવાર જમવાનું પૂરું પાડે છે. જેમાં ગરમાગરમ દાળ ભાત શાક રોટલી કચુંબર જેવું શુદ્ધ સાત્વિક ભોજન પહોંચાડવામાં આવે છે. આ પરિવાર ને કોઈ આર્થીક મદદ મળે કે ન મળે પરન્તુ આ સેવા ચાલુ રાખી છે. આ પરિવાર તમામ લોકોને જમાડ્યા બાદ જ પરિવાર જમે છે. પરિવારના તમામ સદસ્યો સાથે મળીને ભોજન બનાવે છે. આ પરિવાર ઉપર ફોન આવે ત્યાં આ પરિવાર પાર્સલ પહોંચતું કરે છે આ પરિવાર પોતાની ફોન સેવા 24 કલાક ચાલુ રાખે છે. ઘણીવાર તો રાત્રે મોડા ફોન આવે તો પણ તેઓ રાત્રે જમવાનું બનાવીને પણ મોકલે છે આ ભોજન યજ્ઞની પ્રેરણા તેમને પોતાના પૂર્વજો પાસે થ મળી છે જેને હાલ પણ કાર્યરત રાખી છે.

રાજપીપળા શહેરમાં ચાલતી આ ભોજન યજ્ઞ માટે આજુબાજુના ગામમાંથી પણ ફોન આવે છે પણ રાજપીપળા શહેરમાં જ 125 થી વધુ લોકો ને ભોજન પહોંચાડે છે જેથી પહોંચી નથી વળતા પણ ફોન પર કહે છે કે તમે જાતે જો અહીં આવીને લઈ જતા હોય તો વાંધો નથી તો રાજપીપલા નજીક 5 કિલોમીટર વિસ્તારમાં આવેલ ચિત્રાવાડી ગામમાંથી રાજેન્દ્ર ઠાકોર નામના વ્યક્તિ તેમના ગામમાં 4 પરિવાર હોમ ક્વોરન્ટાઇન છે તેમના માટે બભોજન લેવા માટે આવે છે અને તેમના સુધી પહોચતું કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચો : IPL 2021: મુંબઇ ને દિલ્હી વચ્ચે આજે ટક્કર, ગઇ સિઝનની ફાઇનલ બાદ પ્રથમ વાર આમને સામને ટકરાશે

 

Next Article