લો બોલો.! રાજ્યમાં GST ચોરીમાં અમદાવાદ-સુરત અવ્વલ નંબરે, આટલા હજાર કરોડનું બોગસ બિલિંગ પકડાયું

|

Oct 18, 2021 | 9:34 AM

રાજ્યમાં અમદાવાદ અને સુરત વચ્ચે જાણે હોળ લાગી હોય એમ લાગી રહ્યુ છે. આ રેસ કોઈ સારા કામ માટે નહીં પરંતુ જીએસટીની ચોરીની છે. ચાલો જાણીએ આંકડા.

રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat) સૌથી વધારે વેપારીઓ જીએસટીની ચોરી (GST frauds) કરતા ઝડપાયા હોવાનો ખુલાસો ખુદ રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં જીએસટીની ચોરી સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં થઈ છે. ત્યારબાદ ભાવનગર અને રાજકોટનો નંબર આવે છે. અમદાવાદની પરેશ ચૌહાણ નામની વ્યક્તિએ જ 36 જુદી જુદી પેઢીઓ બનાવી રૂ. 900 કરોડનું કૌભાંડ આચર્યું હતું. વર્ષ 2017માં જીએસટી લાગુ થયા બાદ માત્ર અમદાવાદ અને સુરતમાં જ રૂ. 3094 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું છે, જેમાં 250 લોકો અને 196 જેટલી પેઢીઓનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગરમાંથી 104 કરદાતા પાસેથી રૂ. 433 કરોડનું બોગસ બિલિંગ ઝડપાયું છે. રાજકોટમાંથી રૂ. 333 કરોડ, મોરબીમાંથી રૂ. 126 કરોડ અને ગાંધીનગરમાંથી રૂ. 104 કરોડની કરચોરી ઝડપી પાડવામાં આવી છે.

તાજેતરમાં ભાવનગરમાં પણ મોટું બોગસ બિલિંગનું રેકેટ મળી આવતા એક ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ સહિત અન્ય બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એકસાથે 36 જેટલા કર્મચારીઓની ભાવનગરથી અન્ય જગ્યાએ બદલી કરી દેવામાં આવી છે. આ કૌભાંડનો આંક પણ રૂ. 1 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે.

 

આ પણ વાંચો: Banaskantha: ડીસા રતનપુર પાસે ગમખ્વાર અકસ્માત, રોંગસાઈડ કારે ટ્રકને ટક્કર મારતા વેપારીનું મોત

આ પણ વાંચો: Surat: કડોદરા GIDCની મિલમાં લાગી ભીષણ આગ, એક કામદારનું મોત, જીવ બચાવવા ઉપરથી કુદી પડ્યા મજૂરો

Next Video