ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કોરોના કરતા વધુ મૃત્યુ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાથી થયા, 60 લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કોરોના કરતા વધુ મૃત્યુ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાથી થયા, 60 લોકોએ જીવ ગુમાવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 2:15 PM

અમદાવાદમાં ચાલુ માસ દરમિયાન 10 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળામાં સખત વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે.

ગુજરાત(Gujarat)માં ચોમાસુ પૂર્ણ થઇ ગયુ હોવા છતા મચ્છરો(Mosquitoes)નો ઉપદ્રવ યથાવત છે.જેના કારણે મચ્છરજન્ય રોગચાળો(Epidemic) સતત વધી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એવી છે કે છેલ્લા 3 મહિનામાં કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયુ નથી. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી 60થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગુજરાતના અલગ અલગ શહેરોમાં મચ્છરજન્ય રોગચાળાનો વકર્યો છે. જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 1 મહિનાથી કેસ સતત વધી રહ્યો છે. ડેન્ગ્યૂ, મેલેરિયાના અને ચિકનગુનિયાના દર્દીઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. જેના લઇને રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી સાઇટ પર ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો
માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ચાલુ માસ દરમિયાન 10 દિવસમાં જ મચ્છરજન્ય રોગચાળામાં સખત વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં સાદા મેલેરિયાના 27 કેસ તો ઝેરી મેલેરિયાના 5 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યુના કેસમાં પણ વધારો યથાવત છે. 9 દિવસમાં ડેન્ગ્યુના 170 કેસ અને ચિકનગુનિયાના 69 કેસ નોંધાયા છે.

વર્ષ 2021માં દસ મહિનામાં ડેન્ગ્યુના 1820 કેસ અને ચિકનગુનિયાના 914 કેસ નોંધાયા છે. તો વર્ષ 2021ના ઓક્ટોબર માસ દરમિયાન સાદા મેલેરિયાના 769 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓએ ઠુંઠવાવા માટે રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ, અમદાવાદમાં 15.3 અને કચ્છના નલિયામાં 13.8 ડિગ્રી ઠંડી

આ પણ વાંચોઃ “મુંબઈ પોલીસ FIR નોંધવા માટે લાંચ માંગી રહી છે”, જાણીતા ક્રિકેટર અને કોંગ્રેસના નેતા પર રેપનો આરોપ લગાવનાર ગેંગસ્ટર રિયાઝ ભાટીની પત્નીનો ગંભીર આક્ષેપ

 

g clip-path="url(#clip0_868_265)">