ગુજરાતીઓએ ઠુંઠવાવા માટે રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ, અમદાવાદમાં 15.3 અને કચ્છના નલિયામાં 13.8 ડિગ્રી ઠંડી
રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવવાનું શરૂ થતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો હોવાનું હવામાન વિભાગ જણાવે છે. શીત પવનોનેન કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે.
રાજ્યમાં હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. ગુજરાત(Gujarat)માં સવારે અને સાંજે ઠંડી(Cold)નો ચમકારો અનુભવાય છે. હાલ હવામાનશાસ્ત્રીઓ શિયાળા(Winter)ની શરૂઆતમા જ વધારે પડતી ઠંડી પડવાની આગાહીઓ કરી રહ્યા છે અને સાથે જ લોકોને સાવચેત પણ કરી રહ્યા છે કે, તે આવનાર સમયમા ભયંકર ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે, હાલ નવેમ્બરના ત્રીજા વીક સુધી ઉત્તર ભારતના અમુક ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતાઓ સર્જાઈ રહી છે.
ગુજરાતના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે.અમદાવાદમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જો કે અમદાવાદમાં દિવસનું તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું. તો કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાનનો પારો 13.8 ડિગ્રીએ પહોંચ્યુ છે.
રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવવાનું શરૂ થતા ઠંડીનો અનુભવ થઇ રહ્યો હોવાનું હવામાન વિભાગ જણાવે છે. શીત પવનોનેન કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આવનારા 5 દિવસ સુધી વાતાવરણ ખૂબ જ સૂકું રહેશે. દરેક જિલ્લાઓમાં 2થી5 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો આવશે. આ સાથે જ હવામાન વિભાગે પણ કહ્યુ છે કે આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. નવેમ્બરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ SBIનું ક્રેડિટ કાર્ડ ધરાવતા હોવ તો ડિસેમ્બરથી ગજવુ હળવુ થશે, શું છે કારણ જાણો