Gujarat: રાજ્યમાં 4 મહિના બાદ કોરોના (Coron) ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. રાજ્યમાં 10 નવેમ્બરે 42 નવા કેસ નોંધાયા હતા. તો 11 નવેમ્બરે પાછલા 24 કલાકમાં નવા 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. તહેવારો બાદ કોરોનાના કેસ વધતા તંત્રની ચિંતા વધી છે. ત્યારે મહાનગરોની વાત કરીએ તો, રાજ્યમાં સર્વાધિક અમદાવાદમાં નવા 14 કેસ નોંધાયા. સુરતમાં 7, વડોદરામાં 6 કેસ અને રાજકોટમાં નવા 3 કેસ નોંધાયા. તો વધી રહેલા એક્ટિવ કેસ ચિંતા વધારનારા છે. રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 7 થઇ છે. જો કે શૂન્ય મૃત્યુઆંક સૌથી મોટી રાહત આપનારો છે.
તો રસીકરણની સ્થિતિ પર નજર કરીએ તો, રાજ્યમાં 11 નવેમ્બરે પાછલા 24 કલાકમાં 4 લાખ 57 હજાર 767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં 48 હજાર 492, વડોદરામાં 16 હજાર 910 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે સુરતમાં 44 હજાર 763, રાજકોટમાં 14 હજાર 870 લોકોને રસીના ડોઝ અપાયા. તો બનાસકાંઠામાં 45 હજાર 824, આણંદમાં 29 હજાર 270 અને ખેડામાં 21 હજાર 317 લોકોનું રસીકરણ કરાયું.
જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા. તેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. વધતા કેસને ગંભીરતાથી લઈ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનું ચેકિંગ થઈ રહ્યું છે. ટેસ્ટિંગ અને વેક્સિન કામગીરી પણ વધારી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ક્યારે ઉડશે સી-પ્લેન? અમદાવાદ-કેવડિયા સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાનો કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીનો વાયદો