નીતિન પટેલની માર્મિક ટકોર, કહ્યું અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી

| Edited By: | Updated on: Oct 04, 2021 | 8:15 AM

મોરબીના એક કાર્યક્રમમાં નીતિન પટેલે માર્મિક ટકોર કરી અને કહ્યું કે અત્યારે અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી થઈ ગઈ છે

ગુજરાતના(Gujarat) પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Nitin Patel) હાલમાં નવી સરકારની રચના બાદ તેમના અનેક નિવેદનોથી ચર્ચામાં રહ્યા છે. જે અંતર્ગત હાલમાં જ મોરબીના(Morbi) એક કાર્યક્રમમાં નીતિન પટેલે માર્મિક ટકોર કરી અને કહ્યું કે અત્યારે અમારી હાલત નાણાં વગરના નાથિયા જેવી થઈ ગઈ છે’

તેમજ મહેસાણા ધારાસભ્ય અને પૂર્વ નાણાં મંત્રી નીતિન પટેલે સંસ્થાનો આભાર માન્યો કે મારી પાસે કોઈ હોદો ન હોવા છતાં મને કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું. મહત્વપૂર્ણ છે કે મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે બે વિદ્યાલયોના ઉદઘાટન પ્રસંગે નીતિન પટેલને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ‘પરિતપ્ત લંકેશ્વરી’ના ગુજરાતીમાં અનુવાદ બદલ સાહિત્ય અકાદમી અનુવાદ પુરસ્કાર-2020 માટે કાશ્યપી મહાની પસંદગી

આ  પણ વાંચો : નવરાત્રીની તૈયારી , અમદાવાદમાં લો- ગાર્ડન ચણિયાચોળી બજારમાં લોકોની ખરીદી માટે ભીડ

Published on: Oct 04, 2021 07:53 AM