Morbi ના સીરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો , ગેસ બાદ શિપિંગ ભાડા વધતાં મુશ્કેલી વધી

|

Feb 17, 2022 | 12:49 PM

મોરબીમાંથી ટાઇલ્સ ની નિકાસ કરવી હાલ ધીમે ધીમે મોંઘી થતી જાય છે. દરિયાઈ માર્ગે થતી નિકાસ માં છેલ્લા બે વર્ષમાં ભાડામાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે. બે વર્ષ પહેલા શીપીંગ ચાર્જ 400 થી 500 ડોલર થતી તે હાલમાં એક કન્ટેનર નું ભાડું 3000 ડોલર જેટલું થઇ ગયું છે.

Morbi ના સીરામીક ઉદ્યોગને મરણતોલ ફટકો , ગેસ બાદ શિપિંગ ભાડા વધતાં મુશ્કેલી વધી
Gujarat Morbi Ceramic Industry Recession (File Image)

Follow us on

મોરબીના(Morbi)  સીરામીક ઉદ્યોગમાં(Ceramic Industry)  મંદીના(Recession)  વાદળો છવાયા છે. મહિને એક હજાર કરોડની નિકાસ કરતો સીરામીક ઉદ્યોગ છેલ્લા છ મહિનામાં અનેક વખત ગેસના ભાવ વધારાના કારણે ઉદ્યોગ ઝઝૂમી રહ્યો છે ત્યારે નવી મુસીબતે માથું ઊંચક્યું છે. શિપિંગ ભાડામાં પણ વધારો આવતા સીરામીક ઉદ્યોગને ટકવું મુશ્કેલ બન્યું છે. સતત વધી રહેલા ગેસના ભાવ વધારા બાદ શિપિંગ ભાડામાં વધારો સીરામીક ઉદ્યોગ માટે મરણતોલ સાબિત થઈ શકે છે.મોરબીમાંથી ટાઇલ્સ ની નિકાસ કરવી હાલ ધીમે ધીમે મોંઘી થતી જાય છે. દરિયાઈ માર્ગે થતી નિકાસ માં છેલ્લા બે વર્ષમાં ભાડામાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે. બે વર્ષ પહેલા શીપીંગ ચાર્જ 400 થી 500 ડોલર થતી તે હાલમાં એક કન્ટેનર નું ભાડું 3000 ડોલર જેટલું થઇ ગયું છે.

બે વર્ષ પહેલા થતા ભાડાની સરખામણીમાં હાલમાં છ ગણો વધારો થઇ ગયો છે જેની સીધી અસર ટાઈલ્સ ના ભાવ પર પડે છે અને નિકાસ ઘટવા લાગે છે. શીપીંગ ભાડામાં 600 ટકાનો અસહ્ય વધારો થઇ ગયો છે. ટાઈલ્સના ભાવ માં ચાર પાંચ ટકા નો ભાવ વધારો પણ ટાઈલ્સ ખરીદનાર વેપારી ને પોષતું ન હોઈ ત્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન 500 થી 600 ટકા જેટલો ભાડા વધારો થઇ ગયો છે.

ટ્રાન્સપોર્ટેશન માં સરકાર કોઈ સ્કીમ લઈને આવે

મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈના, ઇટલી અને સ્પેન જેવા દેશો સામે ટક્કર મારી આગળ વધી નિકાસ વધારી રહ્યો છે ત્યારે શીપીંગ ભાડા વધારા એ એમાં બ્રેક મારી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવા માટે મોરબી સિરામિક એસોસીએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે ટ્રાન્સપોર્ટેશન માં સરકાર કોઈ સ્કીમ લઈને આવે અથવા લોજીસ્ટીક માટે કોઈ રસ્તો બતાવે જેથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝ બચી શકે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ગ્રોથમાં બ્રેક લાગી છે અને ધીમે ધીમે તેમનું એક્ષ્પોર્ટ ઘટી રહ્યું છે

સેગા સિરામિક ના ડાયરેક્ટર દિપેશભાઇ તેઓ છેલ્લા દશ વર્ષથી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ પાંચ વર્ષથી વિશ્વના ઘણા બધા દેશોમાં નિકાસ કરી રહ્યા છે. તેઓ ગલ્ફ ના દેશો, યુરોપ માં, વિયેતનામ, તાયવાન તેમજ દુબઈ જેવા દેશોમાં ટાઇલ્સ ની નિકાસ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેમની વાત સાચી માનીએ તો તેઓ નો બિઝનેસ છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે દશ થી પંદર ટકા નો ગ્રોથ કરી આગળ વધી રહ્યો હતો પરંતુ તેમના ગ્રોથમાં બ્રેક લાગી છે અને ધીમે ધીમે તેમનું એક્ષ્પોર્ટ ઘટી રહ્યું છે.

છેલ્લા છ મહિના માં ફયુલ અને ટ્રાન્સપોર્ટ ના ભાવમાં આવેલ વધારો અને ત્યાર બાદ દરિયાઈ માર્ગે થતા ટ્રાન્સપોર્ટ માં પણ ભાવ વધારો આવતા તેમનો ધંધો મંદો પડી ગયો છે. શીપીંગ ભાડામાં 400-500 ડોલરની સામે 3000 ડોલરથી પણ વધારે થઇ જતા મહીને 300 થી વધુ કન્ટેનર ની નિકાસ કરતા દિપેશભાઇ ની નિકાસ ઘટીને 150 કન્ટેનર જેટલી થઇ ગય છે. જો આવી ને આવી સ્થિતિ રહી તો આવનારા દિવસો માં નિકાસ ઘટીને ઝીરો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

વીસથી પચીસ ટકા જેટલી સિરામિક ફેકટરીઓ માંડ માંડ ચાલી રહી છે

મોરબીમાં અંદાજીત એક હજાર જેટલી સિરામિક ની ફેકટરીઓ આવેલી છે જેઓ રાત દિવસ ધમધમી રહી છે. વાહનો ના ભાડા વધારા, મુખ્ય બળતણ તરીકે વાપરતા નેચરલ ગેસ ના ભાવમાં તોતિંગ વધારો અને છેલ્લે શીપીંગ ચાર્જ માં વધારા એ સિરામિક ઉદ્યોગકારો ની પરેશાની વધારી દીધી છે. હાલમાં વીસથી પચીસ ટકા જેટલી સિરામિક ફેકટરીઓ માંડ માંડ ચાલી રહી છે અથવા ચલાવવી પડી રહી છે તેવી સ્થિતિ છે. જો આવનારા દિવસોમાં શીપીંગ ભાડા અંગે તેમજ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો નહિ કરવામાં આવે તો ના છુટકે મોરબીના સિરામિક કારખાનેદારો અન્ય વિકલ્પ તરફ વળે તો પણ નવાઈ નહિ.

આ પણ વાંચો :  ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

આ પણ વાંચો : Gujarat માં આજથી પ્રિ- પ્રાયમરી શાળાઓ ઓફલાઇન શરૂ, કોરોના ગાઇડ લાઇનનું પાલન કરાશે

Next Article