Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢમાં 86 MM વરસાદ વરસ્યો છે. રાજકોટમાં 77 MM વરસાદ પડ્યો છે. જામનગરમાં 47 MM વરસાદ વરસ્યો છે. તો પોરબંદરમાં 36 MM વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 26 MM,જામનગરમાં 24 MM, ભરુચમાં 23 MM, અમરેલીમાં 22 MM વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Rain Shayari: ચાલ, વરસાદની મોસમ છે વરસતાં જઈએ, ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ…વાંચો જબરદાસ્ત શાયરી
ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની કોઈ આગાહી નથી. પરંતુ 2 દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ દરમિયાન સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી.
પરંતુ 6 અને 7 જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ છવાશે. 7 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ પ્રમાણે, હાલ તાપમાનમાં કોઈ વધારો નહીં થાય.
રાજ્યમાં ભારે વરસાદના પગલે ગીર સોમનાથમાં આવેલો હિરણ-2 ડેમ (Hiran-2 dam) 86 ટકા ભરાયો છે. ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં ડેમનું નિર્ધારીત રૂલ લેવલ જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે. જેના પગલે વેરાવળ-તાલાલાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઇ જવા કડક સૂચના આપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 3:07 pm, Tue, 4 July 23