Monsoon 2023 : ગુજરાતના માછીમારોને 27 જૂન થી 1 જૂલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના

|

Jun 28, 2023 | 8:45 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને 27 જૂન થી 1 જૂલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Monsoon 2023 : ગુજરાતના માછીમારોને 27 જૂન થી 1 જૂલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના
Fishermen

Follow us on

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારેની આગાહી કરવામાં આવી છે. જેના પગલે માછીમારોને 27 જૂન થી 1 જૂલાઈ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના દરિયા કિનારામાં જખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા બંદર તેમજ પોરબંદર જેવા દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતાવણી આપવામાં આવી છે.

તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાની વાત કરીએ તો મૂળ દ્વારકા, વેરાવળ, દિવ, જાફરાબાદ, પીપાવાવ,ભાવનગર, અલંગ, ભરુચ તેમજ દમણમાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતાવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarati Video : ધોરાજીમાં નાળામાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યુ, ધારાસભ્યએ સ્થાનિક તંત્રને આપી સૂચના

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. હજુ રાજ્યમાં આવનાર પાંચ દિવસ વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી 5 દિવસ વરસાદી માહોલ જામે તેવી સંભાવના છે.

આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. પંચમહાલ, ડાંગ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને તાપી માટે યલો અલર્ટ છે. વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે.

તો આજે દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત, વલસાડ, તાપી , નવસારી, ભરુચ અને ડાંગ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 કલાક સુધીમાં 40 થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે નવસારી તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

તો આ તરફ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર જોવા મળી રહી છે. વલસાડમાં આજે પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં મોટાભાગની જગ્યાએ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી, કપરાડા, ઉમરગામ, પારડી સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:55 pm, Tue, 27 June 23

Next Article