Monsoon 2023 Breaking : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, માત્ર ત્રણ જિલ્લામા અપાયું ઓરેન્જ એલર્ટ

કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ,પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, સુરત, તાપી, ડાંગ,વલસાડ,નવસારીમાં પણ યલો એલર્ટ આપ્યુ છે.

Monsoon 2023 Breaking : ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, માત્ર ત્રણ જિલ્લામા અપાયું ઓરેન્જ એલર્ટ
| Edited By: | Updated on: Jul 10, 2023 | 12:33 PM

Monsoon 2023 : ગુજરાતમાં આજથી વરસાદનું (Rain) જોર ઘટશે. વહેલી સવારથી રાજ્યમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. જો કે હવામાન વિભાગે (Meteorological department) આપેલી માહિતી અનુસાર આજે ગુજરાતના માત્ર ત્રણ જિલ્લામા ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર એમ ત્રણ જિલ્લામાં જ ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ઓરેન્જ એલર્ટ અપાયેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો-Breaking News : ગુજરાતમાં 26 જેટલા જળાશય 100 ટકા ભરાયા, 37 જળાશય હાઇ એલર્ટ પર, 13 એલર્ટ પર, જાણો શું છે પાણીની સ્થિતિ

જાણો કયા વિસ્તારોમાં છે યલો અલર્ટ

તો બીજી કચ્છ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ,પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, સુરત, તાપી, ડાંગ,વલસાડ,નવસારીમાં પણ યલો એલર્ટ આપ્યુ છે.પંચમહાલ, દાહોદ,ખેડા,મહેસાણામાં પણ યેલો એલર્ટ અપાયુ છે.

આ પણ વાંચો- Banaskantha Rain: અંબાજીમાં વહેલી સવારથી ભારે વરસાદ, પાલનપુર-અંબાજી હાઈવે પર ભરાયા પાણી, જુઓ Video

વરસદા ઘટતા લોકોને મળશે રાહત

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાઇ રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓમાં નવા પાણીની આવક થઇ રહી છે. જો કે ભારે વરસાદના પગલે લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાતા લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. ખાસ કરીને માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં વરસાદનું જોર ઘટના લોકોને રાહત મળશે.

વહેલી સવારથી લુણાવાડામાં વરસ્યો વરસાદ

મહત્વનું છે ગુજરાતમાં વહેલી સવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 23 તાલુકામાં એકથી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો લુણાવાડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો મહીસાગરના લુણાવાડામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો મહીસાગરમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:58 am, Mon, 10 July 23