Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો

આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે હોવાની આગાહી કરવામાં આવી છે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી છે.

Monsoon 2023 : ગુજરાતમાં 24 કલાક અતિભારે વરસાદની આગાહી, ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
| Edited By: | Updated on: Jun 30, 2023 | 2:02 PM

Monsoon 2023 : ચોમાસાની આગમન સાથે જ ગુજરાતમાં વરસાદે ધુંઆધાર બેટિંગ શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological Department) વરસાદને (Rain) લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક ગુજરાતમાં અતિભારે હોવાની આગાહી કરવામાં આવી છે. 24 કલાક સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી છે.

આ પણ વાંચો- Gujarati Video : મહેસાણાની કિડ્સ કિંગડમ સ્કૂલની બકરી ઈદની ઉજવણી આફત બની ! સંચાલકે જાહેરમાં માફી માગી, શાળા માલિકે પાઠવી નોટીસ

1 જૂને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેવાની આગાહી છે. તો અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ રહેશે. આવતીકાલે 1 જૂને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. તો કચ્છમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. 2 જુનથી રાજ્યમાં છુટોછવાયો વરસાદ રહેશે.

આ પણ વાંચો-Kutch: વાવાઝોડા સમયે સગર્ભા PGVCLના જોઈન્ટ MDની સરાહનીય કામગીરી, પ્રભારી મંત્રીએ કર્યુ સન્માન

ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 જુનથી વરસાદ ઘટશે

ઉત્તર ગુજરાત અને કચ્છમાં 2 જુનથી વરસાદ ઘણો ઘટી જશે. અમદાવાદમાં સામાન્ય અને છુટો છવાયો વરસાદ રહી શકે છે. મધ્યપ્રદેશમાં લો પ્રેશર સિસ્ટમ હતી તેના કારણે ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ કે હાલ સર્ક્યુલેશન સિસ્ટમ યુપી તરફ છે જે ગુજરાત તરફ છે એટલે વરસાદ છે.

જાણો કયા કયા વિસ્તારોમાં રહેશે વરસાદ

વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, વડોદરા, છોટા ઉદેપુરમાં વરસાદ રહેવાની સંભાવના છે. તો જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, દિવ, ભાવનગર, જૂનાગઢ, અમેરલીમા વરસાદ રહેશે, હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે ચોમાસાનો વધુ વરસાદ વરસી ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:43 pm, Fri, 30 June 23