Monsoon 2021 : ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ, હવામાન વિભાગે કરી આગાહી

|

Jul 03, 2021 | 6:20 PM

Monsoon 2021 : ચોમાસાની ( monsoon) ઋતુનું આગમન થઇ ચૂક્યું છે. પરંતુ મેઘરાજા હજુ મન મૂકીને વરસ્યા નથી. તો આ વચ્ચે હવામાન વિભાગે દ્વારા આગાહી કરવમાં આવી છે કે સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે.

Monsoon 2021 : ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ જોવી પડશે રાહ, હવામાન વિભાગે કરી આગાહી
વરસાદ માટે જોવી પડશે રાહ

Follow us on

Monsoon 2021 : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના(monsoon) વહેલા આગમન પછી પણ યોગ્ય વરસાદી સિસ્ટમ પર ન હોવાના કારણે રાજ્યમાં સારો વરસાદ વરસ્યો નથી. જેને કારણે રાજ્યમાં વરસાદની ઘટ જોવા મળી છે. ત્યારે ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન છુટા છવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે એટલે કે 3 જુલાઈએ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. 3 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ત્યારબાદ આવતીકાલથી એટલે કે 4 જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. 4 અને 5 તારીખે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો 6 અને 7 જુલાઈ એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

મહત્વનું છે કે જૂન મહિનામાં ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે ગુજરાતમાં 29% જેટલી ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધી ગુજરાતમાં 140.1 mm જેટલો વરસાદ વરસવો જોઈતો હતો. જેની સરખામણીએ રાજ્યમાં માત્ર 101.1% જ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 3 જુલાઈ સુધીમાં રાજ્યના 23 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે.જે ચિંતાજનક છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદની ઘટ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. જ્યારે સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અત્યાર સુધીમાં પડ્યો છે. હજુ પણ ગુજરાતને સારો વરસાદ મળે તેવી કોઈ વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય નથી થઈ. જેને કારણે ગુજરાતના ખેડૂતોને વાવણી લાયક સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Published On - 3:06 pm, Sat, 3 July 21

Next Article