આજે ગુજરાત (Gujarat) ના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બે દિવસ બાદ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી રાજકોટ (Rajkot) માં લાઈટ હાઉસ પ્રોજેક્ટ ( Light House project) નું નિરીક્ષણ કરશે. ડ્રોન કેમેરાના માધ્યમથી તેઓ નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરશે. હાલ તમામ ફ્લેટનું રંગરોગાન તેમજ ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. પ્રોજેક્ટર અંતર્ગત 11 ટાવરમાં કુલ 1144 ફ્લેટ બનાવાયા છે.
રાજકોટના રૈયાધાર પરશુરામધામ નજીક વડાપ્રધાન નરેેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ લાઇટ હાઉસ આવાસનું બાંધકામની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે ડ્રોન મારફતે વિડીયો કોન્ફરન્સથી આ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. 118 કરોડના ખર્ચે અહીં 1144 આવાસ તૈયાર થવા જઇ રહ્યા છે.
ગયા વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થયેલો આ પ્રોજેકટ 15 મહિનામાં પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ફ્રાન્સની મોનોલિથીક કન્સ્ટ્રકશન ટેકનોલોજીથી આ પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યો છે. દેશના 6 રાજ્યોમાં આ પ્રકારની વિશેષ ટેક્નોલોજીથી આવાસ તૈયાર થઇ રહ્યા છે જે પૈકી ગુજરાતમાં રાજકોટ ખાતે આ પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે.
કઈ ટેક્નોલોજીથી આ મકાનો બને છે?
ફ્રાન્સની મોનોલિથીક ક્રોંકિટ કેટેગરી ટેકનોલોજીથી આવાસ તૈયાર થાય છે જેમાં ટનલ ફોર્મવર્ક સિસ્ટમનો ઉપયોગ કરીને આવાસ તૈયાર કરવામાં આવે છે એટલે કે આ આવાસમાં દિવાલ કે પ્લાસ્ટર આવતું નથી પરંતુ ટનલની જેમ કોંક્રિટની દિવાલો તૈયાર થાય છે.જેથી આવાસ તૈયાર કરવામાં મેન પાવર ખૂબ જ ઓછો વપરાય છે અને આવાસ તૈયાર કરવાની સમય મર્યાદા પણ ઘટી જાય છે. કોંક્રિટનું બાંધકામ હોવાથી પાણી લિકેજ થવાની કે આવાસમાં ભેજ આવવાની કોઇ જ સમસ્યા રહેતી નથી. એટલું જ નહિ ભૂકંપ અને વાવાઝોડાની પણ આ આવાસમાં નહિવત અસર થાય છે. જો કે હવે આ ટેક્નોલોજી પૂનામાં પણ અમલી બની છે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાય 118 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આવાસમાં પ્રતિ આવાસ કેન્દ્ર સરકાર દ્રારા 1.50 લાખ અને રાજ્ય સરકાર દ્રારા 1.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે.વિશેષ ટેક્નોલોજીની ગ્રાન્ટ તરીકે પ્રતિ આવાસ 4 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે. આ આવાસ યોજનાનો ડ્રો પણ થઇ ચૂક્યો છે. અને 15 મહિનામાં લાભાર્થીઓને આ મકાન મળી રહેશે.
Published On - 7:02 pm, Mon, 4 July 22