Amreli : હવામાન વિભાગની (Weather Forecast) આગાહીને લઇ માછીમારોને (Fishermans) દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafrabad) બંદર પર 400 થી વધુ બોટો વતન પરત ફરી છે. જાફરાબાદ, શિયાળ બેટ સહિત દરિયા કાંઠે બોટો પરત ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ખરાબ વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી હતી. અને માછીમારોને સુચના આપવામાં આવી હતી.
પરંતુ હજી ચિંતાની બાબત એ છે કે 200 જેટલી બોટો હજી મધ દરિયામાં હતી. જ્યારે મોડી રાત સુધી તમામ બોટો વતન પરત ફરશે તેવા અહેવાલ આવ્યા હતા. દરેક બોટો પરત આવી ગઈ કે કેમ તેની માહિતી હજુ આવી નથી. મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં પવનની ઝડપ વધી રહી છે. જેના કારણે માછીમારો પર હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે.
તો બીજી તરફ ગીર સોમનાથના દરિયામાં કેટલાક માછીમાર ગુમ થયાના અહેવાલ આવ્યા હતા, સાથે જ ઘણી બોટને નુકશાન થયું હોવાની પણ માહિતી મળી હતી. આ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. તંત્રએ કોસ્ટ ગાર્ડ તેમજ હેલિકોપ્ટર દ્રારા માછીમારોની શોધખોળ શરુ કરી હતી. તો નવી માહિતી અનુસાર NDRFની વધુ એક ટીમ અમરેલીથી ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ છે.
આ પણ વાંચો: Missing Fishermans: NDRF ની વધુ એક ટીમ ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ, દરિયામાં હજુ 6 થી 7 માછીમારો લાપતા
આ પણ વાંચો: મધદરિયે માછીમારો ગુમ થયાની ઘટના: પાટીલે માછીમારો સ્વસ્થ હોય તેવી કરી પ્રાર્થના, શોધખોળ ચાલુ
Published On - 9:00 am, Fri, 3 December 21