Vadnagar: તાના-રીરી ઉધાન મંચ ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સાહિત્ય,નાટ્ય અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો

|

May 02, 2022 | 5:44 PM

આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી આયોજીત કરેલ કાર્યક્રમમાં સાહિત્ય,નાટ્ય અને નૃત્યનો સંગમ જોવા મળ્યો હતો. ફિલ્મ ટીવી કલાકારોની ટુંકી નાટ્ય રચનાઓ રજુ કરી હતી.

Vadnagar: તાના-રીરી ઉધાન મંચ ખાતે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે સાહિત્ય,નાટ્ય અને નૃત્યનો ત્રિવેણી સંગમ રચાયો
Vadnagar Triveni Sangam of literature

Follow us on

વડનગર (Vadnagar) ની ઐતિહાસિક,સાસ્કૃતિક વિરાસતથી નાગરિકો પરીચીત થાય તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત વડનગર વારસો શ્રુંખલા અંતર્ગત રાજ્યના 62મા સ્થાપના દિનની સંધ્યાએ તાના-રીરી (Tana-Riri) ઉધાન મંચ ખાતે ત્રિવણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ વડનગરનો વારસો શ્રુંખલા અંતર્ગત વડનગરના ભવ્ય ઇતિહાસથી વિશ્વ પરિચીત થાય તે હેતુથી આયોજીત કરેલ કાર્યક્રમમાં સાહિત્ય,નાટ્ય અને નૃત્યનો સંગમ જોવા મળ્યો હતો. ફિલ્મ ટીવી કલાકારોની ટુંકી નાટ્ય રચનાઓ જેમાં કલાકાર કૃણાલ ભટ્ટ, હિરવ ત્રિવેદી, ભાર્ગવ ત્રિવેદી અને દિપિકા રાવલે ટુંકી નાટ્ય રચનાઓ રજુ કરી હતી તેની સાથે જય વસાવડાએ સાહિત્ય રસથી નાગરિકોને તરબોળ કર્યા હતા. આ મંચ પર ત્રીજો સાંસ્કૃતિક નૃત્યોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિવા ડાન્સ ગ્રુપ વડોદરા દ્વારા રજુ કરાયો હતો જેમાં કાર્યક્રમ શરૂ થતાં પ્રેક્ષકોના પગ થનગનવા લાગ્યા હતા.

વડનગર ખાતે વડનગરનો વારસો શ્રુંખલા આંતર્ગત જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શનથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે “વડનગરનો વારસો” કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં વડનગર ખાતે 26 નવેમ્બરના રોજ મહેસાણા જિલ્લાની વિવિધ 75 શાળાઓના 150 વિધાર્થીઓ વડનગરના વિવિધ પ્રાચીન અને અર્વાચીન સ્થળોની મુલાકાત કરી હતી. ત્યાર બાદ 04 ડિસેમ્બરના રોજ 150 થી વધુ સાયક્લીસ્ટો મહેસાણાથી વડનગરની સાયકલ યાત્રા કરી હતી.

24 ડિસેમ્બરે વડનગર તાના-રીરી સમાધિ સ્થળ ખાતે 75 વિધાર્થીઓએ વડનગરના ઐતિહાસિક સ્થળો કિર્તીતોરણ,હાટકેશ્વર મહાદેવ,શર્મિષ્ઠા તળાવ અને દરવાજાના ચિત્રો કાગળ ઉપર બાળકોની મૌલિકતા પ્રમાણે ચિત્રો દોર્યા હતા. આ ઉપરાંત 07 જાન્યુઆરીએ વડનગરના આ વૈવિધ્યસભર કાર્યક્રમમાં 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 750 વિવિધ જાતના વૃક્ષોમાં વડ,લીમડો,બોરસલ્લી,સપ્તપદી,પીપળો સહિત આર્યુવેદિક અન્ય વૃક્ષોની વાવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તેના જતન અને સંવર્ધન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 25 માર્ચના રોજ ઓ.એન.જી.સીના સંયુક્ત ઉપક્રમે વિસનગરથી વડનગર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિસનગર મહેસાણા ચાર રસ્તા ખાતેથી 150 જેટલા દોડવીરોએ ઐતિહાસિક નગરી વડનગર સુધી દોડ લગાવી હતી વિસનગરથી વડનગર કિર્તી તોરણ સુધી અંદાજીત 14 કિલોમીટર સુધીની દોડમાં રમતવીરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે 01 મેના રોજ સવારે 250 તરણ સ્પર્ધકો સાથે શર્મિષ્ઠા તળાવ ખાતે ખુલ્લામાં તરણ સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને સંધ્યાએ સંગમ સાહિત્ય, નાટ્ય અને નૃત્યના ત્રિવેણી સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

Published On - 5:39 pm, Mon, 2 May 22

Next Article