મહેસાણા ખાતે ‘અસંગઠિત શ્રમિક સંમેલન’ યોજાયું, સરકાર છેવાડાના માનવી સુધી સેવાઓ પુરી પાડવા કટિબદ્ધ : જિ.પં. પ્રમુખ

|

Apr 17, 2022 | 6:26 PM

સમાજમાં કાર્યરત કારીગરોમાંથી 80 થી 84 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યારે આવાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત રહેલાં લોકોના જીવનમાં કેવી રીતે ખુશીઓ અને આનંદ લાવી શકાય તે માટે આવા સંમેલનો અને મેળા ઉપયુક્ત બન્યાં છે.

મહેસાણા ખાતે અસંગઠિત શ્રમિક સંમેલન યોજાયું, સરકાર છેવાડાના માનવી સુધી સેવાઓ પુરી પાડવા કટિબદ્ધ : જિ.પં. પ્રમુખ
'Unorganized Labor Convention' held at Mehsana

Follow us on

મહેસાણા (Mehsana) શહેરના આત્મારામ કાકા ફીઝીયોથેરાપી હોલ, દેદીયાણ જી.આઇ.ડી.સી મહેસાણા ખાતે યોજાયેલાં અસંગઠિત શ્રમિક સંમેલનને (Unorganized labor convention)સંબોધતાં તેમણે કહ્યું કે, અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકોએ વાસ્તવમાં મહેનતકશ વર્ગ છે. આ વર્ગની મહેનત અને પરસેવાના કારણે જ આપણે સુખ, શાંતિ અને સગવડનો અનુભવ કરી શકીએ છીએ. આપણે જેને કડિયા, કુંભાર, દરજી, પ્લમ્બર વગેરે જેવાં લોકો જેને આપણે કારીગર વર્ગ તરીકે ઓળખીએ છીએ તેવાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત લોકોની ઈ-શ્રમ (E-labor portal)પર વધુને વધુ નોંધણી થાય તે જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે આ કારીગર વર્ગની વધુને વધુ નોંધણી કરાવીએ, જેથી કરીને સરકાર દ્વારા મળવાપાત્ર લાભ સમાજના તમામ લોકો સુધી પહોંચે અને તેઓ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે આ યોજનાઓ તેમના જીવનમાં ઉજાસ પાથરવા માટે ઉપયોગી બને તે માટે પણ તેઓની વધુને વધુ નોંધણી થાય તે જરૂરી છે. ઉધોગ સેલના સંયોજક મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, જે લોકો પાસે ઘરનું ઘર નથી. તે લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા ઘરની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે, કોરોનાના મુશ્કેલ કાળમાં લોકોને અન્ન પૂરું પાડ્યું હતું અને વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આ યોજના હેઠળ હજુ પણ દર મહિને અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ રીતે ગરીબ અને મધ્યમ વર્ગ એવાં અસંગઠિત ક્ષેત્રના લોકોનો પેટનો ખાડો પુરવા માટે પ્રધાનમંત્રી અન્ન યોજના ઉપકારક પુરવાર થઇ છે. આ રીતે સરકાર વિવિધ યોજનાઓના માધ્યમ દ્વારા આપના સુધી પહોંચીને તેનો લાભ આવાં મેળાઓ અને સંમેલનો દ્વારા પુરો પાડી રહી છે, ત્યારે તેનો વધુમાં વધુ લોકો તેનો લાભ લે. જે લોકોએ લાભ લીધો છે તેઓ અન્ય લોકોને પણ નોંધણી કરાવવા માટે પ્રેરિત કરે તેવી હાકલ પણ તેમણે આ તકે કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

સમાજમાં કાર્યરત કારીગરોમાંથી 80 થી 84 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે, ત્યારે આવાં અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત રહેલાં લોકોના જીવનમાં કેવી રીતે ખુશીઓ અને આનંદ લાવી શકાય તે માટે આવા સંમેલનો અને મેળા ઉપયુક્ત બન્યાં છે. અસંગઠિત ક્ષેત્રના શ્રમિક તરીકેની નોંધણી બાદ આવાં લોકોને કોઈ અકસ્માત કે એવાં કોઈપણ પ્રકારનું જીવનનું જોખમ સર્જાય તો સારવાર અને આર્થિક લાભની સહાય પણ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું.આપણી આસપાસ રહેલા અસંગઠિત ક્ષેત્રના લોકોને ઉપલબ્ધ સરકારી યોજનાઓ વિશે માહિતગાર કરવાની જરૂરિયાત પણ તેમણે આ તકે વર્ણવી હતી.

આ પ્રસંગે વિવિધ સહાય અંતર્ગત લાભાર્થીઓને સહાયના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયાં હતાં.આ અવસરે સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યમાં 01.79 કરોડ અંસગઠિત શ્રમિકો પૈકી ઇ-શ્રમ પોર્ટલ પર 82 લાખ કરતાં વધુ ઇ-નિર્માણ પોર્ટલ પર 01 લાખ કરતાં વધુ બાંઘકામ શ્રમિકોની નોંધણી કરવામાં આવેલ છે. રાજ્યમાં વિવિધ યોજનાકીય કામગીરી અંતર્ગત ગુજરાત માકન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદની 14 જેટલી યોજનાઓની જાણકારી શ્રમિકો સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. આ સંમેલનમાં પ્રાન્ત અધિકારી એમ.બી પટેલ પદાધિકારીઓ-અધિકારીઓ તથા મોટી સંખ્યામાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો :Surat: ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોટરસાઈકલ અને મોબાઈલ ફોન ચોરી કરનાર આરોપીને પકડી પાડયો

આ પણ વાંચો :ત્રણ વર્ષ બાદ AMCના સ્વીમીંગ પુલ હાઉસફૂલ, એપ્રિલમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી

Next Article