બોલો, 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા

|

Mar 15, 2024 | 10:47 AM

ઉત્તર ગુજરાતમાં વગર ડિગ્રીએ દવાખાના ચલાવતા તબીબો બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળ્યા છે. આવી જ રીતે બનાસકાંઠા અને મહેસાણાંથી આવા ડિગ્રી વિનાના બે બોગસ તબીબોને પોલીસે ઝડપ્યા છે. મહેસાણાના કડીમાંતો માત્ર 8 પાસ શખ્શ જ ડોક્ટર બનીને સારવાર કરતો હોવાનું સામે આવ્યુ છે. પોલીસે 8 પાસ બોગસ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરી છે.

બોલો, 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS! કડી અને દાંતીવાડામાં બોગસ તબીબ ઝડપાયા
બોગસ તબીબ ઝડપાયા

Follow us on

ડિગ્રી વિના જ તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ઉત્તર ગુજરાતમાં ફાટી નિકળ્યો છે. માત્ર અંતરિયાળ વિસ્તારો જ નહીં પરંતુ શહેરી વિસ્તારથી નજીકના વિસ્તારમાં પણ આવા બોગસ તબીબોની પ્રેક્ટિસ ધમધમતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન મહેસાણા અને બનાસકાંઠા SOG એ દરોડો પાડીને કડી અને દાંતીવાડામાંથી બોગસ ડોક્ટરને ઝડપી લીધા છે. તો વળી મહેસાણામાં 8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS બની ગયો હોવાનું ઝડપાતા કાર્યવાહી કરાઇ છે.

કડીમાં તો માત્ર 8 પાસ શખ્શને બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગૃપે ઝડપી લીધો છે. જ્યારે બનાસકાંઠામાં પરપ્રાંતથી આવીને ડોક્ટર તરીકે ઓળખ આપી પ્રેક્ટિસ કરતા યુવકને એસઓજીએ ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

માત્ર 8 પાસ બની બેઠો ડોક્ટર

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામની વાત કરવામાં આવે તો, અહીં ડિગ્રી વિના જ તબીબે પ્રેક્ટિસ કરતો હતો. ST ડ્રાઇવર તરીકે નિવૃત્ત થયેલ મહેશ હિંમતભાઇ પટેલ માત્ર 8 પાસ છે. તેણે એસટી બસ ચલાવવાનું છૂટ્યા બાદ દવાખાનું ખોલી દીધુ હતુ. નિવૃત્ત એસટી ડ્રાઇવરને એસઓજીએ દરોડો પાડીને એલોપેથી સારવાર કરતા ઝડપી લઈને કાર્યવાહી કરી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

એસઓજીએ મહેશ પટેલના દવાખાનામાંથી કમ્પાઉન્ડર ભીખા ગાંડાભાઈ નાયકને પણ ઝડપ્યો હતો. આમ 8 પાસ નિવૃત્ત એસટી ડ્રાઇવર લોકોની સારવાર દવાખાનાનું બોર્ડ મારીને કરતો હતો. અને લોકોના આરોગ્યની સાથે ચેડા કરતો હતો.

ડિગ્રી વિના દાંતીવાડામાં પ્રેક્ટિસ

આ દરમિયાન બનાસકાંઠા એસઓજીની ટીમ દ્વારા પણ દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દાંતીવાડાના ડેરી ગામે દવાખાનું ચલાવતા યુવક સુપ્રભાત ગોપાલભાઇ વિશ્વાસને પોલીસની ટીમે ઝડપી લીધો હતો. તેની પાસે ડોક્ટરની ડિગ્રી નહીં હોવા છતાં તે વિસ્તારમાં લોકોની સારવાર એલોપેથી દવા વડે કરી રહ્યો હતો. ભાડાનું મકાન રાખીને તેણે દવાખાનું ખોલી દીધુ હતુ અને તે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા રુપ તબીબે પ્રેક્ટિસ ચલાવી ફી ઉઘરાવતો હતો.

આ પણ વાંચો: ભાજપે દિપસિંહને પડતા મુકીને, સાબરકાંઠાના ચૂંટણી જંગમાં નવા ચહેરા તરીકે ઉતારેલા ભીખાજી ઠાકોર કોણ ?

એસઓજીની ટીમને બાતમી મળવાને લઈ આ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તેની પાસેથી મેડિકલ સાધનો અને ઇન્જેક્શ અને અન્ય દવાઓના જથ્થા સહિતના સામાનને જપ્ત કરીને એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:45 am, Fri, 15 March 24

Next Article