VIDEO : વડાપ્રધાનનો વતનપ્રેમ ! PM મોદીએ ગુજરાત મુલાકાત અંગેનો ખાસ વીડિયો શેર કરી અનુભવ વ્યક્ત કર્યો

|

Jun 19, 2022 | 11:34 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.આ દિવસને તેમણે માતૃવંદનાનો દિવસ ગણાવ્યો હતો.

VIDEO : વડાપ્રધાનનો વતનપ્રેમ ! PM મોદીએ ગુજરાત મુલાકાત અંગેનો ખાસ વીડિયો શેર કરી અનુભવ વ્યક્ત કર્યો
PM Modi Gujarat Visit

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ગઇકાલે પવિત્ર યાત્રધામ પાવાગઢ અને વડોદરાની (vadodara) મુલાકાત કરી હતી.જેનો અનોખો અનુભવ એક વીડિયો દ્વારા નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા.આ દિવસને તેમણે માતૃવંદનાનો દિવસ ગણાવ્યો હતો.દિવસની શરૂઆતમાં વહેલી પરોઢે પીએમ મોદી માતા હિરાબાના  આશિર્વાદ લેવા તેમના ઘેર પહોંચ્યા હતા.અહીં માતાના ચરણ ધોઇ તેમના આશીર્વાદ લઇ તેઓ સીધા પાવાગઢમાં(pavagadh)  મહાકાળી માતાના આશીર્વાદ લેવા પહોચ્યા હતા.

મોદીના હસ્તે પ્રથમવાર ધ્વજારોહણ થયું હતુ .ત્યાર બાદ વડાપ્રધાન વડોદરાની મુલાકાતે (PM Modi Gujarat Visit) હતા જ્યા તેઓએ માતૃવંદના કાર્યક્રમ અંતર્ગત જનસભા સંબોધી હતી અને માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

વિવિધ વિકાસના કામોનું PMના હસ્તે લોકાર્પણ

શનિવારે વહેલી સવારે વડાપ્રધાન (PM Modi) માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિતે તેના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.પીએમ મોદી જ્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા તો ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. તેમણે માતા હીરાબાના ચરણ ધોયા, ગિફ્ટમાં લાવેલી શાલ અને માળા પહેરાવ્યા. ત્યારબાદ લાડુ ખવડાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.પીએમ મોદીએ માતા સાથે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી. જેનો પ્રસાદ તેમની સોસાયટીમાં પણ વહેંચવામાં આવ્યો. હીરાબાના 100મા જન્મ દિવસ અને પીએમ મોદીના આગમનને લઈ સોસાયટીમાં જાણે ઉત્સવનો માહોલ હતો.

વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લામાં (Panchmahal District) સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્તવિધિ અનુસાર તેઓ પૂજા-અર્ચના કરીઅને મંદિર પર ધ્વજારોહણ કર્યું હતુ.ધ્વજારોહણ બાદ વડાપ્રધાને ટૂંકુ પ્રવચન આપ્યુ હતુ. બાદમાં પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ. પાવાગઢનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન વડોદરા જવા રવાના થયા હતા.

લેપ્રસી મેદાનમાં લોકોને જાહેર સંબોધન કર્યું

વડાપ્રધાન મોદીએ લેપ્રસી મેદાનમાં લોકોને જાહેર સંબોધન કર્યું હતું.પોતાના સંબોધનમાં વડોદરા શહેર અને જૂના જનસંઘીઓને યાદ કરીને વડાપ્રધાન મોદી ભાવુક થયા હતા. ભાષણમાં સંઘથી લઇને વડોદરાના સાંસદ બનવા સુધીની યાદોને તાજી કરી હતી.  આ દરમિયાન પોતાના જૂના મિત્રોને યાદ કરીને મોદી ભાવુક થઈ ગયા હતા અને 5 સેકન્ડ સધી કંઇ બોલી પણ શક્યા નહોતા.

Published On - 11:34 am, Sun, 19 June 22

Next Article