Modi Govt@8 : વડાપ્રધાનના વતન વડનગરમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે, દેશભરના જાણીતા કલાકારો રેલાવે છે સૂર

|

May 26, 2022 | 9:05 PM

તાના અને રીરી (Tana Riri) બે બહેનો નિપુણ ગાયક હતી અને તેઓ રાગ મલ્હાર ગાઈને તાનસેન (Tansen) ને રાગ દીપક ગાવાથી થયેલ અસાધ્ય ગરમીના દાહને સમાવી શકતી હતી. પરંતુ તેઓએ અકબરના દરબારમાં જઈને ગાવાની ના પાડી હતી.

Modi Govt@8 : વડાપ્રધાનના વતન વડનગરમાં તાના રીરી મહોત્સવ દર વર્ષે ઉજવાય છે, દેશભરના જાણીતા કલાકારો રેલાવે છે સૂર
Tana Riri Mahotsav ની શરુઆત PM મોદીએ કરાવી હતી

Follow us on

મહેસાણા જિલ્લામાં તાના રીરી સંગીત મહોત્સવ (Tana Riri Mahotsav) ની પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના વતન વડનગરથી આ સંગીત મહોત્સવની શરુઆત કરવામાં આવી હતી. દેશભરમાં પ્રસિદ્ધ બનેલ તાના રીરી મહોત્સવ દરવર્ષે ઉજવવામાં આવે છે. મહોત્સવની શરુઆત 2004 થી શરુ કરેલ છે. જેમાં દેશના નામાંકિત સંગીત વિશારદો પોતાની કલા રજૂ કરે છે. જે કલાકારોને તાના રીરી એવોર્ડથી પણ નવાજવામા આવે છે. નરેન્દ્ર મોદીએ શરુ કરેલ મહોત્સવથી સ્થાનિક લોકોને દેશના મંત્રમુગ્ધ કરનાર કલાકારોને લાઈવ માણવા મળે છે. બોલીવુડ સહિતના જાણીતા સંગીત અને ગાયક કલાકારો અહીં પોતાની કળા વડે લોકોને મંત્રમુગ્ધ કરતા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સી એમ હતા તે સમયે તેમના વતન એવા વડનગરમાં તાના રીરી સંગીત મહોત્સવ ની શરૂઆત કરેલી. ત્યારથી આજ દિન સુધી વર્ષમાં બે દિવસ તાના રીરી સંગીત મહોત્સવ ઉજવાય છે. જેમાં દેશમાંથી ખ્યાતનામ કલાકારો અહી સંગીત રજૂ કરવા પધારે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં સીએમ હતા તે સમયે તેમને સપનું સેવ્યું હતું કે અહી સંગીત પ્રેમી યુવાનો માટે તાના રીરી સંગીત વિદ્યાલય બને. જે આજે સાકાર પણ થયું છે.

હાલમાં વડનગરમાં તાના રીરી પર્ફોમિંગ આર્ટસ કોલેજ કાર્યરત થયેલી છે. જ્યાં ગુજરાત ભરમાંથી સંગીત શીખવા માંગતા વિદ્યાર્થીઓ અહી સંગીતના અભ્યાસ માટે આવે છે. અને વડનગરમાં ટુંક સમય મા આ સંગીત વિદ્યાલય ને અલગ બિલ્ડિંગ પણ ફાળવવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી નુ એ પણ સપનું હતું કે અહી સંગીત શીખવા આવતા સંગીત પ્રેમીઓ માટે સંગીત યુનિવર્સિટી બને. તે પણ આગામી સમયમાં બની જાય તો નવાઈ નહી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સંગીત યુનિવર્સીટી સ્થપાય એવી આશા બંધાઈ

તાનારીરી પર્ફોમીંગ ઓર્ટસ કોલજના અર્જૂનસિંહે જણાવ્યુ હતુ કે ગુજરાત ભરમાં આર્ટસ પરફોર્મન્સની કોલેજ આ એકમાત્ર છે અને રાજ્ય ભરમાંથી અહી વિધ્યાર્થીઓ આવે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વિધાર્થીઓ અહીં આવી રહ્યા છે. હાલમાં સ્થાનિક શૈક્ષણિક સંસ્થામાં સાથે જ ચલાવવામાં આવે છે. આગામી બિલ્ડીંગ તૈયાર કરવામાં આવનાર છે. આ માટેની માંગણી કરવામાં આવી છે. સાથે જ સંગીત યુનિવર્સીટી અહીં સ્થાપાય તેવી ભવિષ્ય લાગી રહ્યુ છે.

Published On - 8:26 pm, Thu, 26 May 22

Next Article