Mehsana : બેચરાજી હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સેવાઓનું લોકાર્પણ કરાયું

|

Apr 07, 2022 | 4:21 PM

રાજ્ય સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની નેમ હાથ ધરી હોય ત્યારે સગર્ભા બહેનો , માતાઓ અને બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આ બાળ સંભાળ કેન્દ્ર અતિમહત્વના બની રહેશે. મંત્રીએ રેફરલ હોસ્પિટલમાં બાળ સંભાળ કેન્દ્ર CMTC નું લોકાર્પણ કર્યું હતુ. બહેચરાજી(Bahecharji) તાલુકામાં પ્રથમ અને મહેસાણા જીલ્લામાં સાત બાળ સંભાળ કેન્દ્ર કાર્યરત બન્યા છે.

Mehsana : બેચરાજી હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ સેવાઓનું લોકાર્પણ કરાયું
Mehsana Becharaji Hospital

Follow us on

ગુજરાતના(Gujarat)  મહેસાણામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે( Rishikesh Patel)  મહેસાણા જીલ્લાના બેચરાજી સ્થિત રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ આરોગ્યલક્ષી(Health Services)  પ્રકલ્પોનું લોકાર્પણ કરીને નવીન આરોગ્ય સેવાઓનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વ આરોગ્ય દિવસ સંદર્ભે બહેચરાજી ખાતેના કાર્યક્રમમાં મંત્રીએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં નવીન ડાયાલિસિસ કેન્દ્રને ખુલ્લુ મુકીને ડાયાલિસિસની સેવા મેળવી રહેલા દર્દીનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલમાં સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ અને બાળકો માટે નવીન સુવિધાઓથી સજ્જ નવીન બાળ સંભાળ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાની નેમ હાથ ધરી હોય ત્યારે સગર્ભા બહેનો , માતાઓ અને બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે આ બાળ સંભાળ કેન્દ્ર અતિમહત્વના બની રહેશે. મંત્રીએ રેફરલ હોસ્પિટલમાં બાળ સંભાળ કેન્દ્ર CMTC નું લોકાર્પણ કર્યું હતુ. બહેચરાજી તાલુકમાં પ્રથમ અને મહેસાણા જીલ્લામાં સાત બાળ સંભાળ કેન્દ્ર કાર્યરત બન્યા છે.

હોસ્પિટલમાં નવીન ફિઝીયોથેરાપી વિભાગ પણ કાર્યરત કરાવવામાં આવ્યો

હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સ્વજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતુ. ઓક્સિજનની માંગ આધારિત સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે માટે નવીન ઓક્સિજન જનરેશન પ્લાન્ટને પણ મંત્રી ના હસ્તે કાર્યાન્વિત કરવામાં આવ્યુ હતુ. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને ફિઝીયોથેરાપી સંલગ્ન શારિરીક કસરત અને અન્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં નવીન ફિઝીયોથેરાપી વિભાગ પણ કાર્યરત કરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  જીતુ વાઘાણીના નિવેદન પર રાજકારણ ગરમાયું, દિલ્લીના શિક્ષણ પ્રધાને Tweet કરીને વાર કર્યા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ પણ વાંચો : પોરબંદર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને વિચિત્ર જવાબદારી સોંપવામાં આવતાં રોષ, માધવપુરના મેળામાં ભીડ એકઠી કરવા સુચના અપાઈ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 4:19 pm, Thu, 7 April 22

Next Article