Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રાને કડી તાલુકાના થોળ અને મીઠા ગામના ગ્રામજનોએ આવકારી

|

Jul 06, 2022 | 10:36 PM

વંદે ગુજરાત વિકાસ યાત્રાના ((Vande Gujarat Vikas Yatra) રથ મહેસાણા તાલુકાના મીઠા ગામે વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ યોજાયો

Mehsana : વંદે ગુજરાત વિકાસ યાત્રાને કડી તાલુકાના થોળ અને મીઠા ગામના ગ્રામજનોએ આવકારી
Mehsana Vande Gujarat Rath Yatra

Follow us on

ગુજરાતમાં (Gujarat) “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનો(Vande Gujarat Vikas Yatra) વિકાસ રથ ફરતાં ફરતાં કડી(Kadi)તાલુકાના થોળ મુકામે પહોંચ્યો હતો, જ્યાં ગ્રામજનોએ “વિકાસરથ”નું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરી રથને આવકાર્યો હતો. કડી તાલુકાના થોળ ગામ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારની અધ્યક્ષતામાં “20  વર્ષ વિશ્વાસના, 20  વર્ષ વિકાસના” અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમારે જણાવ્યું હતું કે, ભારત એક પ્રજાસત્તાક સંસદીય લોકશાહી ધરાવતું રાષ્ટ્ર હોવાથી અહીં વિકાસના કેન્દ્રમાં પ્રજા સર્વોપરી હોય છે. સરકારની અનેક યોજનાઓ થકી આજે દેશની અંદર બદલાવ આવ્યો છે, ઉપરાંત વહીવટી કાર્યોની ઝડપ વધી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત “વંદે વિકાસયાત્રા”ને સમગ્ર ગુજરાતમાં ભવ્ય લોક પ્રતિસાદ મળી રહ્યો છે.

કડી તાલુકાના થોળ મુકામે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં વંદે ગુજરાત ફિલ્મ નિદર્શનની સાથે સાથે મહેસાણા જિલ્લા આરોગ્ય શાખા અને આઇ.સી.ડી.એસ કચેરી દ્વારા કોરોના રસીકરણ, પૂરક પોષણ, આરોગ્ય તપાસ જેવા કાર્યક્રમોનું આયોજન પણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું, જેનો લાભ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં લીધો હતો.

“વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે ૧૫મા નાણાપંચ તળે કુલ રૂ.10 લાખથી વધુના પૂર્ણ થયેલ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભૂગર્ભ ગટર સાથે બ્લોક પેવિંગ સહિતના વિકાસકામોનો સમાવેશ થાય છે. ઉપરાંત સગર્ભા માતા, પી.એમ. જનઆરોગ્ય યોજના, સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સ્થળે વૃક્ષારોપણ, રોપા વિતરણ સહિતના કાર્યક્રમોને લોકોએ સહકાર આપી વધાવી લીધા હતા. વંદે ગુજરાત વિકાસ યાત્રા” અન્વયે થોળ મુકામે યોજાયેલ ભવ્ય “વિકાસોત્સવ-20 ” કાર્યક્રમમાં અધિકારીઓ,પદાધિકારીઓ તેમજતાલુકા પંચાયતના સદસ્યો સરપંચ ઉપરાંત આસપાસના ગામના સરપંચો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

વંદે ગુજરાત વિકાસ યાત્રાનું મીઠા ખાતે સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું

વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ મહેસાણા તાલુકાના મીઠા ગામે વિકાસ રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામના લોકો આગેવાનો ઉપસ્થિત રહીને સરકારની વિકાસગાથા ને લોકો સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ યોજાયો. પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સરકારની યોજનાના લાભાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું.PMJY યોજના, અને કુંવાર બાઈનું મામેરું યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.નિરામયા યોજના અંતર્ગત રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

 

Next Article