Mehsana : ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ

|

Jul 27, 2022 | 4:36 PM

સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા(Mehsana)પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.

Mehsana : ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર સુધી લંબાવાઇ
Mehsana Railway Station
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં મહેસાણા (Mehsana )અને સમગ્ર ઉત્તર ગુજરાતના(Gujarat)નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સાબરમતીથી જોધપુર સુધીની ટ્રેનને જેસલમેર(Jaisalmer)સુધી લંબાવવામાં આવી. જેમાં મહેસાણાના સાંસદ  શારદાબેન પટેલની વધુ એક માંગણી ઉપર રેલવે મંત્રાલયે મહોર મારી છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી રામદેવરા જવા માટે સાબરમતી થી જોધપુર (ટ્રેન નં 14804 ) ટ્રેન ચાલતી હતી. આ ગાડી જોધપુર સવારે 6 વાગે જોધપુર પહોંચ્યા બાદ 7.05 વાગે જોધપુર થી જેસલમેર (ટ્રેન નં 14810 ) ના સ્વરૂપે જેસલમેર જતી હતી. જેસલમેર 12.40 વાગે ટ્રેન પહોંચ્યા પછી તે જ ટ્રેન 14809 નંબર થી 3.00 વાગે જેસલમેર થી જોધપુર સુધી રૂપાંતરિત થતી હતી. જે રાત્રે 9.10 વાગ્યે જોધપુર આવતી હતી અને આ જ ટ્રેન 10 મિનિટ પછી જોધપુર થી 14803 નંબર થી 9.20 વાગ્યે સાબરમતી માટે રવાના થતી હતી.

રામદેવરાની મુલાકાતે જતા આવતા શ્રદ્ધાળુઓને જોધપુર થી રામદેવરા જવા માટે નવી ટિકિટ અને કન્ફર્મેશનને લગતા પ્રશ્નોના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેમાં સંસદસભ્ય શારદાબેન પટેલના ધ્યાને આ મુશ્કેલી આવતા તેમણે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી હતી કે આ એક જ ટ્રેન જુદા જુદા નંબરો થી 2 ભાગમાં ચાલે છે તો તેને સળંગ એક જ ટ્રેન કરી દેવાથી મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતના નાગરિકોને રામદેવરા જવા-આવવા માટે સીધી દૈનિક ટ્રેન નો લાભ મળી શકે તેમ છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રજૂઆતને દયાને લઇ રેલવે મંત્રી દ્વારા તારીખ 31/૦7/2022 થી ગાડી નંબર- 14803 જેસલમેર થી સાબરમતી તથા તારીખ 01/08/2022 થી ગાડી નંબર- 14804 સાબરમતી થી જેસલમેર સુધી કરી દેવામાં આવી છે.સાબરમતી-જોધપુર-જેસલમેર ની આ સીધી દૈનિક ટ્રેન નો લાભ મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહીત અમદાવાદ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ ને મળશે અને રામદેવરાના પવિત્ર સ્થળ પર આવેલા રામદેવ પીરના દર્શન કરવા સરળતાથી જઈ શકાશે.સંસદ સભ્ય શારદાબેન પટેલે રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશજી અને રેલ મંત્રાલયનો આભાર માન્યો હતો.

Next Article