Mehsana : પાડોશીએ જ નજીવી બાબતમાં પાડોશીની હત્યા કરી, જાણો સમગ્ર મામલો

|

May 20, 2022 | 7:52 PM

મહેસાણાની(Mehsana) આ ઘટનામાં હર્ષ સુથારે રોનક પટેલ પાસે 2000 રૂપિયા ઉછીના માગ્યા અને રોનક પટેલે આ પૈસા આપવાનો ઇનકાર કર્યો.તો હર્ષને એટલી હદે ગુસ્સો આવ્યો કે તે વાંદરી પાનું લઈને કલ્પના બેનના ઘરમાં ઘૂસી ગયો, અને કલ્પનાબેન કઈ સમજે તે પહેલાં જ તેમના માથામાં પાનાના બેથી ત્રણ ફટકા મારી દીધા.

Mehsana : પાડોશીએ જ નજીવી બાબતમાં પાડોશીની હત્યા કરી, જાણો સમગ્ર મામલો
Mehsana Murder (Symbolic Image)

Follow us on

મહેસાણામાં(Mehsana)પાડોશીને બે હજાર ઉછીના નહીં આપતા હત્યા કરી દેવામાં આવી છે. જેમાં મહેસાણામાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતી 45 વર્ષીય મહિલાએ માત્ર બે હજાર ઉછીના આપવાનો ઇનકાર કરતા તેની હત્યા(Murder)કરી દેવાઈ છે.પાડોશમાં રહેતા યુવાને મહિલાના પુત્ર પાસે ઉછીના બે હજાર માગ્યા અને યુવાને પૈસા આપવાનો ઇન્કાર કર્યો. જેથી નાણાં માંગનાર યુવાને પાડોશી મહિલા અને તેના પુત્ર ઉપર પાના વડે હુમલો કરતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે .જ્યારે મહિલાનો પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.તો હર્ષ સુથાર નામના પાડોશીની આ મામલે મહેસાણા પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે

હત્યા માટે  માત્ર 2000 રૂપિયા જેવી નજીવી રકમ જવાબદાર

મહેસાણાના મોઢેરા ચાર રસ્તા વિસ્તારમાં આવેલો નવદીપ ફ્લેટ હાલમાં સમગ્ર મહેસાણા શહેરમાં ચર્ચાનું કારણ બન્યો છે.આ ફ્લેટમાં ખૂની ખેલ ખેલાયો છે.અને આ ખૂની ખેલ ખેલનાર બીજું કોઈ નહીં પણ આ જ ફ્લેટમાં રહેતો હર્ષ સુથાર નામનો એક યુવાન છે.આ ફ્લેટમાં રહેતા 45 વર્ષીય કલ્પનાબેન પટેલ અને તેમના પુત્ર રોનક પટેલ ઉપર હર્ષ સુથાર એ જીવલેણ હુમલો કર્યો.અને આ હુમલામાં કલ્પના બેન પટેલ નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.જ્યારે તેમનો 21 વર્ષીય પુત્ર રોનક પટેલ ગંભીર રીતે ઘવાયો..હવે આપને સવાલ થશે કે એક પાડોશીનું બીજા પાડોશી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.

માથામાં પાનાના બેથી ત્રણ ફટકા મારી દીધા

હર્ષ સુથારે રોનક પટેલ પાસે 2000 રૂપિયા ઉછીના માગ્યા અને રોનક પટેલે આ પૈસા આપવાનો ઇનકાર કર્યો.તો હર્ષને એટલી હદે ગુસ્સો આવ્યો કે તે વાંદરી પાનું લઈને કલ્પના બેનના ઘરમાં ઘૂસી ગયો, અને કલ્પનાબેન કઈ સમજે તે પહેલાં જ તેમના માથામાં પાનાના બેથી ત્રણ ફટકા મારી દીધા.તે વખતે તેમનો પુત્ર રોનક આવી જતા રોનક ઉપર પણ આ શખ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો,જો કે બુમાબુમ થતા અન્ય લોકો દોડી આવ્યા અને રોનકનો જીવ બચી ગયો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

108ના કર્મચારીઓએ મહિલાની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી

આ ઘટનામાં મોતને ભેટેલા કલ્પનાબેન પટેલ મહેસાણા તાલુકાના બોદલા ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા.ઘટનાની જાણ અન્ય પાડોશીઓને થતાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને હત્યારા હર્ષ સુથારને ઝડપી લીધો હતો. ત્યાર બાદ મહેસાણા બી ડિવિઝન પોલીસ અને 108ને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108ના કર્મચારીઓએ મહિલાની તપાસ કરતાં મૃત જાહેર કરી હતી.

જ્યારે ઘાયલ થયેલા રોનક પટેલને સારવાર માટે લાયન્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે માથાના ભાગે 20 જેટલા ટાંકા આવ્યા હતા.આ ઘટનાને પગલે મહેસાણા DySP અને બી ડિવિઝન પી.આઈ સારવાર માટે ખસેડવામાં આવેલા રોનક પટેલના નિવેદન માટે લાયન્સ હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ બહાર મોડી રાત સુધી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. હાલમાં રોનક પટેલની ફરિયાદના આધારે પોલીસે હત્યારા હર્ષ સુથાર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(With Input, Manish Mistri, Mehsana) 

Next Article