Mehsana : લોકસભા વિસ્તારની ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ, 136 ટીમોએ ભાગ લીધો

|

May 08, 2022 | 8:04 PM

મહેસાણા(Mehsana) લોકસભા વિસ્તારની પ્રથમ મેચ મહેસાણાની બે મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં સાંસદ શારદાબેન પટેલે પ્રથમ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે બીજી મેચ દિવ્યાંગોની ટીમો વચ્ચે રમાઈ હતી.

Mehsana : લોકસભા વિસ્તારની ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ, 136 ટીમોએ ભાગ લીધો
Mehsana MP Shardaben Patel Kick Off Cricket Tournament

Follow us on

મહેસાણા(Mehsana)  લોકસભાનાં સાંસદ શારદાબેન પટેલ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા(Sansad Khel Saprdha)  અંતર્ગત આયોજીત લોકસભા વિસ્તારની સૌથી મોટી ટેનિસ બોલ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું(Cricket Tournament)  શનિવારે સાંજે વિસનગરની એસ.કે. યુનિવર્સિટીના કેમ્પસમાં દબદબાભેર પ્રારંભ કરાયો હતો. જેમાં આગેવાનો અને મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકોની હાજરીમાં શારદાબેન પટેલે બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે જિલ્લાના દીકરા-દીકરીઓ પ્રોત્સાહિત થઈને દેશ-વિદેશમાં ખેલ કૂદમાં નામના મેળવે તેવા હેતુથી આયોજીત આ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતની બેઠકો તેમજ નગરપાલિકા વિસ્તારની મળીને કુલ 128 ટીમો ઉપરાંત મહિલાઓની છ ટીમો તેમજ દિવ્યાંગોની બે ટીમો મળીને કુલ 136 ટીમોએ ભાગ લીધો છે.

આ તમામ ટીમોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી છે અને ફોર્મ વધુ ભરાયાં હોવાથી ડ્રો સિસ્ટમથી ટીમોની પસંદગી કરાઈ હતી.વિસનગરની એસ.કે.યુનિવર્સિટીના કેમ્પસ અને મહેસાણાના રૂપાલ-કુકસ ગ્રાઉન્ડ ખાતે 28મી સુધી નોકઆઉટ સિસ્ટમથી ટુર્નામેન્ટ રમાવાની છે ત્યારે શનિવારે સાંજે એસ.કે.યુનિવર્સિટીના કેમ્પસમાં દબદબાભેર ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો. જેમાં સાંસદ શારદાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ધારાસભ્યો રમણભાઈ પટેલ, કરશનભાઈ સોલંકી, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

જ્યારે દિપપ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યા બાદ પ્રથમ મેચ મહેસાણાની બે મહિલા ટીમો વચ્ચે રમાઈ હતી. જેમાં શારદાબેન પટેલે પ્રથમ બેટિંગ કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. બીજી મેચ દિવ્યાંગોની ટીમો વચ્ચે રમાઈ હતી.આ કાર્યક્રમમાં બહુચરાજી એપીએમસી ચેરમેન વિજય પટેલ, ડીડીઓ ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, ૪૮ ક.પા. સમાજના પ્રમુખ જે.એસ.પટેલ, જિ.પં. કારોબારી ચેરમેન હરિભાઈ પટેલ, આનંદભાઈ પટેલ (એપોલો ગ્રુપ), પંકજભાઈ ચૌધરી (રીયા ગ્રુપ), ધીરજ કરમચંદાની (હાયફન ફૂડ), વિશાલ ચૌધરી (BSCC ગ્રુપ), આર.કે.પટેલ, જશુભાઈ પટેલ (પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ), ભોગીભાઈ પટેલ, મનિષ પટેલ (પ્રદેશ સંયોજક – રમતગમત) સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ક્રિકેટ રસિયા જોડાયા હતા

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવે સંસદીય ક્ષેત્રમાં રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદીય રમત સ્પર્ધા, સ્વસ્થ બાળ સ્પર્ધા અને સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવાનું આહ્વાન કર્યું છે. જેના પગલે અનેક રાજ્યોમાં આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

Published On - 6:19 pm, Sun, 8 May 22

Next Article