Mehsana : જિલ્લાના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા, ખેડૂતોએ 74,000 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું

|

Jul 09, 2021 | 2:25 PM

મોસમનો મિજાજ બદલાતા ગુજરાતની સાથે મહેસાણા (Mehsana) જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે મહેસાણા (Mehsana )જિલ્લાના તમામ તાલુકાઓમા સારો એવો વરસાદ નોધાયો છે. ખેડૂતો એ મેઘરાજાના મિજાજ ને પારખી જિલ્લામાં અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતી (Monsoon farming)નું વાવેતર કરી દીધું છે.

Mehsana : જિલ્લાના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા, ખેડૂતોએ 74,000 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું
farmers planted 74,000 hectares of land

Follow us on

Mehsana : ચોમાસાના પ્રારંભિક વરસાદ (rain)બાદ મહેસાણા જિલ્લામાં ચોમાસું ખેતીનો પ્રારંભ ખેડૂતોએ કરી દીધો છે. ખેડૂતો (Farmer)એ વહેલા ચોમાસાની શરૂઆતના પગલે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ 74,000 હેક્ટર જમીનમાં વાવેતર કરી દીધું છે અને હાલમાં પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે પરંતુ ચોમાસું ખેતી (Monsoon farming)નું વાવેતર કરી ચુકેલા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા અને ગરમી નું પ્રમાણ વધતા ચિંતાનો વિષય બન્યો છે.

મોસમનો મિજાજ બદલાતા ગુજરાત ની સાથે મહેસાણા (Mehsana) જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેના કારણે મહેસાણા (Mehsana )જિલ્લાના તમામ તાલુકાઓમા સારો એવો વરસાદ નોધાયો છે. જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 1051 મીમી એટલે કે 10  તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ (rain) નોધાયેલો છે. આથી ખેડૂતો એ મેઘરાજાના મિજાજ ને પારખી જિલ્લામાં અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતી (Monsoon farming)નું વાવેતર કરી દીધું છે. મહેસાણા જિલ્લામા ચોમાસાનું સરેરાશ વાવેતર 2.90 લાખ હેક્ટર જમીનમાં થાય છે અને અત્યાર સુધીમાં 74,000  હેક્ટર જમીનમાં વાવેતર થઇ ચુક્યું છે.

2.90 લાખ હેક્ટર જમીનમાંથી 90,000 હેક્ટર જમીનમાં માત્ર દિવેલાનું વાવેતર થાય છે અને હજુ દિવેલાનું વાવેતર થવાનું બાકી છે. ત્યારે હાલમાં ઘાસચારા, બાજરી, કપાસ, જેવા પાકો નું વાવેતર થઇ ચુક્યું છે અને કાળજાળ ગરમી ઉકળાટ વધી ગયો છે અને વરસાદ ખેંચાતા ખેતી નું નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
  • 10  તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોધાયો
  • જિલ્લામાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસું ખેતી થઇ 
  • જિલ્લામાં ચોમાસામાં સરેરાશ કુલ 2.90 લાખ હેક્ટરમાં ખેતી થાય છે
  • કુલ વાવેતરમાં 40 ટકા વાવેતર દિવેલાનું થાય છે.
  • 20 ટકા કપાસ નું
  • ૪૦ ટકા જમીનમાં ચોમાસામાં બાજરી, કઠોળ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર

મહેસાણા (Mehsana) જિલ્લામાં ચોમાસાના કુલ વાવેતરમાં 40 ટકા વાવેતર દિવેલાનું થાય છે અને 20 ટકા કપાસ નું વાવેતર થાય છે. જયારે બાકીના ૪૦ ટકા જમીનમાં ચોમાસામાં બાજરી, કઠોળ, શાકભાજી (Vegetables)સહિતના પાકોનું વાવેતર થાય છે. હાલમાં વરસાદ (rain) ખેંચાતા 74,00 હેક્ટરમાં વાવેતર કરનાર ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. જયારે પાણી માટે ડ્રાય ગણાતા વિસ્તારના ખેડૂતો (Farmer)એ હજુ ખેતી શરુ કરી નથી. વરસાદ ની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.આમ,હાલ માં ચોમાસા ના વહેલા વરસાદે વાવેતર વહેલું કરવા ખેડૂતો ને લલચાવ્યા અને હવે વરસાદ ખેંચતા ખેડૂત (Farmer)ના વાવેતર માટે વરસાદ ચિંતા નો વિષય બની ગયો છે.

આ પણ વાંચો : Corona vaccine : કોરોના વેક્સિન પર શાનદાર વીડિયો વાયરલ, ભાઈનો જોશ જોઈ નર્સ પણ ડરી ગઈ

 આ પણ વાંચો : Surendranagar : ચોટીલામાં મસમોટું ગાંજાનું વાવેતર ઝડપાયું, યુવાનોને નશાના ખપ્પરમાં ધકેલવાનું કારસ્તાન

Published On - 1:50 pm, Fri, 9 July 21

Next Article