Mehsana : ખેરાલુ પંથકના 40 ગામના ખેડૂતો સિંચાઇના પાણીના મુદ્દે આંદોલનના માર્ગે

|

Jun 11, 2022 | 5:15 PM

મહેસાણા (Mehsana) ખેરાલુના બળાદ ગામ નજીક આવેલા માધુપુરા ગામના લોકોને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે. માધુપુરામાં 75 જેટલા પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 માસથી આ પરિસ્થિતિ વેઠી રહ્યા છે.

Mehsana : ખેરાલુ પંથકના 40 ગામના ખેડૂતો સિંચાઇના પાણીના મુદ્દે આંદોલનના માર્ગે
Gujarat Mehsana Water Crisis
Image Credit source: File Image

Follow us on

ગુજરાતમાં (Gujarat) ઉનાળાના અંતિમ તબક્કામાં અનેક વિસ્તારોમાં પીવાના અને સિંચાઇના પાણીની (Water Crisis)  સમસ્યાઓ જોવા મળી રહી છે. જેમાં મહેસાણા (Mehsana) ખેરાલુ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા થોડા સમયથી આ વિસ્તારમાં 40 જેટલા ગામના ખેડૂતોએ સિંચાઇના પાણીના પ્રશ્ન મુદ્દે આંદોલન છેડ્યું છે. જેના માટે સીએમએ ખેડૂતોને રૂબરૂ બોલાવી બેઠક પણ કરી હતી. ત્યારે હવે ખેરાલુના બળાદ ગામ નજીક આવેલા માધુપુરા ગામના લોકોને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા પડે છે. માધુપુરામાં 75 જેટલા પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 માસથી આ પરિસ્થિતિ વેઠી રહ્યા છે.

માધુપુરાના ગ્રામજનોએ હિજરત કરવાની ચિમકી પણ ઉચ્ચારી

જેમાં છ માસથી માધુપુરાના લોકોએ પીવાના પાણી માટે ટેન્કર મંગાવી રહ્યા છે.પાણીનું ટેન્કર આવતા જ અબાલ વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ પાણી ભરવા લાઈનમાં લાગી જાય છે. ઘણીવાર પાણી ભરવા માટે નાની મોટી તકરારો પણ થાય છે અને માટલા પણ ફૂટી જાય છે. પણ તંત્રને તો શું  એક કાને સાંભળવાનું અને બીજા કાને કાઢી દેવાનુ. લોકોનું જે થવું હોય એ થાય છે.જેમાં અત્યાર સુધી આ મુદ્દે સ્થાનિકોએ સ્થાનિક આગેવાનની લઈને ટીડીઓ, ડીડીઓ અને સ્થાનિક નેતાઓને પણ રજૂઆતો કરી છે. પણ છ માસથી પરિસ્થિતિ જૈસે થે જ જોવા મળી રહી છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે. પીવાના પાણીનો પ્રશ્ન  હલ નહીં કરવામાં આવે તો  માધુપુરાના ગ્રામજનોએ હિજરત કરવાની ચિમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

જેમાં નજીકમાં જ ધરોઈ ડેમ છતાં આ વિસ્તારમાં જ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. જેમાં ધરોઈ – સતલાસણા ના 40 ગામના ખેડૂતોએ સિંચાઇના પાણીનું આંદોલન છેડ્યું છે. તેમજ હવે પીવાના પાણીની સમસ્યાથી હિજરત કરવી પડે તેવી ગ્રામજનોની પરિસ્થિતિ થઈ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Next Article