Mehsana: ઉનાવામાં વનરક્ષકના પેપર લીક કેસના આઠ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર

|

Mar 28, 2022 | 7:52 PM

આઠ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આ ત્રણેય શખ્સોએ પ્રશ્નપત્રના ફોટો પાડી વોટ્સએપથી મૌલિક, જગદીશ, મનીષા અને રવિ મકવાણાને જવાબો આપ્યા હતા.

Mehsana: ઉનાવામાં વનરક્ષકના પેપર લીક કેસના આઠ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Mehsana: 4 days remand granted to 8 accused in Unawa vanrakshak paper leak case

Follow us on

Mehsana: ઉનાવા વનરક્ષક પેપરકાંડમાં ( Vanrakshak Paper Leak )તમામ આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મોકલી દેવાયા છે. પોલીસે આઠેય આરોપીઓને ઊંઝા કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કર્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. મહત્વનું સમગ્ર પ્રકરણમાં પોલીસે પરીક્ષાર્થી, શિક્ષક સહિત આઠ શખ્સોની ધરપકડ કરી છે. વનરક્ષકની ભરતીનું પેપર ઉનાવા ગામની શાળામાં લીક થયું હતું. જે બાદ નિરીક્ષક ડૉ.અંતિક પટેલે ઉનાવા પોલીસ મથકમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાવેલી છે.

આ પહેલા વનવિભાગના અધિકારી એ કે શ્રીવાસ્તવે કહ્યું હતું કે, વનરક્ષકની પરીક્ષા રદ નહીં થાય. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ઉનાવામાં આવેલી મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાંથી પેપર લીક થયું હતું. આઠ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આ ત્રણેય શખ્સોએ પ્રશ્નપત્રના ફોટો પાડી વોટ્સએપથી મૌલિક, જગદીશ, મનીષા અને રવિ મકવાણાને જવાબો આપ્યા હતા. એટલું જ નહીં જવાબો લખેલો કાગળ સળગાવીને પુરાવાનો નાશ કર્યો હતો.


વનરક્ષકની ભરતીનું પેપર આખરે કેવી રીતે ફૂટ્યું ?

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

27 માર્ચે બપોરે 12 વાગ્યે પેપર શરૂ થવાનું હતું. પરંતુ સવારે 9થી 9.30 દરમિયાન શિક્ષક રાજુ ચૌધરી તેની મોટરસાઈકલ પર પરીક્ષાર્થી સુમિત ચૌધરીને લઈ શાળામાં પ્રવેશ્યો હતો. એટલે કે 3 કલાક પહેલા જ પરીક્ષાર્થીને શાળામાં એન્ટ્રી મળી ગઈ હતી. શિક્ષક રાજુએ સુમિતને અગાશી પર બેસાડી રાખ્યો હતો. ત્યારબાદ રાજુએ પટાવાળા ઘનશ્યામ પટેલને પેપરના ફોટો પાડવા કહ્યું હતું. પટાવાળા ઘનશ્યામ પટેલે રૂમ નં.7માં સુપરવાઈઝર અલ્પેશ પટેલ પાસે જઈ ગેરહાજર ઉમેદવારના પેપરના ફોટો પાડ્યા હતા અને પેપરના ફોટો અગાશી પર બેસેલા સુમિતને આપ્યા હતા. સુમિતે અગાશી પર બેસીને જ કાગળ પર જવાબો લખ્યા હતા અને જવાબો લખેલો કાગળ સુમિતે શિક્ષક રાજુ ચૌધરીને આપ્યો હતો. રાજુએ પટાવાળા ઘનશ્યામ પટેલ પાસે કાગળની 4 થી 5 ઝેરોક્ષ કઢાવી હતી.

પેપરના દિવસે ગેરરીતિનો ઘટનાક્રમ

જવાબો લખેલી 4થી 5 ઝેરોક્ષ કોપી ચાર પરીક્ષાર્થીઓને પરીક્ષા દરમિયાન જ પહોંચાડવામાં આવી હતી. પટાવાળા ઘનશ્યામે એક ઝેરોક્ષ રૂમ નં. 7માં પરીક્ષાર્થી મનીષા ચૌધરીને સુપરવાઈઝર અલ્પેશ પટેલની હાજરીમાં જ આપી હતી. જેને લઈ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો કર્યો હતો. મામલો શાંત કરવા શિક્ષક રાજુએ અન્ય પરીક્ષાર્થીઓને પણ 4-5 જવાબો લખાવ્યા હતા. આ દરમિયાન સુપરવાઈઝર અલ્પેશ રૂમની બહાર ઉભો હતો. જ્યારે પરીક્ષાર્થી મૌલિક, જગદીશ અને રવિને અગાઉથી નક્કી કર્યા મુજબ બપોરે દોઢ વાગ્યે ઝેરોક્ષ કોપી મળી હતી. શિક્ષક રાજુએ નક્કી કર્યા મુજબ ત્રણેય પરીક્ષાર્થીઓ પાણી પીવાના બહાને ઝેરોક્ષ કોપી લેવા દાદર પાસે આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના રૂમમાં ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો : ગીર સોમનાથ-જેતપુર હાઈવે રોડ પર બનતા નવા પુલનો વિરોધ, સાંકડા પુલથી પાણી ખેતરોમાં ભરાય છે: ખેડૂતો

આ પણ વાંચો : અમદાવાદ : લૂંટેરી દુલ્હને લીધો યુવકનો ભોગ ! લગ્નના દસ દિવસ બાદ દાગીના લઈ ફરાર

Published On - 7:51 pm, Mon, 28 March 22

Next Article