PM Modi ના જન્મદિને ધરોઈ ડેમથી અંબાજી સુધી જલ થી જય સુધીની સાયકલ યાત્રા યોજાઈ

|

Sep 17, 2022 | 4:39 PM

પીએમ  મોદી (PM Modi Birthday)  ના જન્મદિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા (Mehsana) જિલ્લાના મુખ્ય ધરોઈ ડેમથી અંબાજી(Ambaji)સુધીની સાયકલ યાત્રા(Cycle Yatra)યોજાઈ હતી.

PM Modi ના જન્મદિને ધરોઈ ડેમથી અંબાજી સુધી જલ થી જય સુધીની સાયકલ યાત્રા યોજાઈ
Mehsana Cycle Yatra Dhroi Dam To Ambaji

Follow us on

પીએમ  મોદી (PM Modi Birthday)  ના જન્મદિને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા (Mehsana) જિલ્લાના મુખ્ય ધરોઈ ડેમથી અંબાજી(Ambaji)સુધીની સાયકલ યાત્રા(Cycle Yatra)યોજાઈ હતી. જલ સે જય તક એટલે કે ધરોઈ ડેમથી અંબાજી સુધીની યાત્રા અહલાદક બની હતી. 82.79 કિલોમીટરની યાત્રામાં અનેક સ્થળોએ ખળખળતી નદીઓ, ઝરણા ,પ્રાકૃતિક સૌંદર્ય ,વન્ય સંપદા તેમજ ડુંગરાઓનો આનંદ માણતા સાયકલીસ્ટો માં અંબાના ધામ અંબાજી પહોંચ્યા હતા.મહેસાણા જિલ્લાના નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીત વાળાએ 82.79 કિલોમીટરની આ યાત્રા સાયકલ ચલાવીને પૂર્ણ કરી હતી.

વડોદરાથી 75 જેટલા બાઈક ચાલકો પણ જોડાયા હતા

ઇન્ડિયન સાયકલ એસોશિયેશન અને જિલ્લા વહીવટી તંત્રના અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલી સાયકલ યાત્રાનું પ્રસ્થાન સંસદ સભ્ય જુગલજી ઠાકોર,પ્રવાસન વિભાગના સચિવ હરીત શુક્લા તેમજ ફિલ્મ અભિનેતા અને નિર્માતા મિલિંદ સોમન દ્વારા કરાયું હતું. ધરોઈ થી અંબાજી સુધી યોજાયેલા યાત્રામાં 300 જેટલા સાયકલ સવારો તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડોદરાથી 75 જેટલા બાઈક ચાલકો પણ જોડાયા હતા.

રાજ્ય સભાના સભ્ય જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીના જન્મદિવસે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત થયેલા આયોજનથી જલ થી જય તકની યાત્રા માં ભાગ લેનાર તમામ સાયકલીસ્ટ ,બાઈક ચાલકો માટે હંમેશા યાદગાર બનશે. પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર આલોક પાંડે જણાવ્યું હતું કે” જલથી જય “સુધીની આ યાત્રા પ્રેરણાદાયક છે. જલ થી જય સુધીની યાત્રામાં જોડાયેલા સાઈકલીસ્ટો અને બાઇક ચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જલ સે જય તક યાત્રામાં જોડાયેલ સાયકલિસ્ટ નવનીત પટેલે જણાવ્યું હતું કે મેં આ પ્રકારની અનેક યાત્રાઓ સાઇકલ ચલાવી કરી છે પરંતુ ધરોઈ થી અંબાજી સુધીની યાત્રાનો યાત્રા મારા માટે સુખમય બની છે આ પ્રકારના આયોજન માટે હું જિલ્લા વહીવટી તંત્ર ને અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું તેમ જણાવ્યું હતું.

જલ સે જય તક સુધીની સમગ્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલ યાત્રા સફળ બને તે માટે જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ દ્વારા વિવિધ બેઠકોનું આયોજન કરી રૂટનું આયોજન ,રૂટ માં પડતી મુશ્કેલીઓ સહિત સાયકલિસ્ટોનાં રીફ્રેશમેન્ટ સહિત આગોતરા આયોજન નું માઇક્રો પ્લાનિંગ કરી યાત્રા ને સફળ બનાવી હતી. જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ દ્વારા સમગ્ર યાત્રાનું સફળ આયોજન કરાયું હતુંઅત્રે ઉલ્લેખનીય છે કે જલથી જય તક સુધીની આ 82.79 કિલોમીટર ની યાત્રા માં ધરોઈ ડેમ, તલાસણા,ગોઠડા, રંગપુર,મહુડી,માનપુર, બેડા, બોરડીયાલા,રૂપવાસ, ખંધોરા, અમલોઇ, સુલતાનપુર, હડાદ થઈ અંબાજી પહોચી હતી.

Published On - 4:33 pm, Sat, 17 September 22

Next Article