Mehsana: વડનગરની રબારી સમાજની મહિલાને પ્રદેશ ભાજપમાં મળ્યુ સ્થાન, આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ

|

May 02, 2022 | 6:34 PM

Mehsana: હિરલ દેસાઈનું બનાસકાંઠાના ખીમાણા ગામા પિયર અને વડનગરમાં સાસરી છે. તેઓને મળેલ જવાબદારી મુજબ મહિલા મોરચાનો રિચર્સ ડેવલપમેન્ટ સેલ રાજ્ય સ્તરે રિચર્સ ની કામગીરી કરશે.

Mehsana: વડનગરની રબારી સમાજની મહિલાને પ્રદેશ ભાજપમાં મળ્યુ સ્થાન, આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ
Hiral Desai

Follow us on

મહેસાણાના વડનગરની (Vadnagar) હિરલ દેસાઈ/રબારી (Hiral desai) સમાજની મહિલાને પ્રદેશ ભાજપમાં સ્થાન મળતા સ્થાનિક દેસાઈ સમાજ સહિત સમગ્ર દેસાઈ સમાજમાં ખુશીની લાગણી પ્રસરી છે. આ વિસ્તારમાં દેસાઈ સમાજમાંથી સૌ પ્રથમવાર કોઈ મહિલાની પ્રદેશ ભાજપ ટીમમા પસંદગી કરાઈ છે. જે સમગ્ર દેસાઈ સમાજ માટે ગર્વની લાગણી સમાન છે. વડનગરના હિરલ દેસાઈને ભાજપ મહિલા મોરચામાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે ત્યારે મહિલા મોરચાના પોલિસી એન્ડ રિચર્સ સેલ પ્રદેશ સભ્ય તરીકે જવાબદારી સોંપાઈ છે.

હિરલ દેસાઈનું બનાસકાંઠાના ખીમાણા ગામા પિયર અને વડનગરમાં સાસરી છે. તેઓને મળેલ જવાબદારી મુજબ મહિલા મોરચાનો રિચર્સ ડેવલપમેન્ટ સેલ રાજ્ય સ્તરે રિચર્સ ની કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે વડનગરના દેસાઈ સમાજની મહિલાને મહત્વપૂર્ણ જવાબદારી અને સ્થાન મળ્યા બાદ હિરલ દેસાઈએ સી આર પાટીલ અને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ ડૉ દિપીકા બહેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

હિરલ દેસાઈએ રબારી સમાજનું ગૌરવ વધાર્યું

હિરલ દેસાઈએ પોતાને મળેલ જવાબદારી બાદ દેસાઈ/રબારી સમાજની મહિલાઓ માટે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. હિરલબેન દેસાઈ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ખિમાણા ગામના વતની છે અને તે પોતે ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા હરગોવનભાઈ દેસાઈ બનાસ બેંકમાં કર્મચારી રહી ચૂક્યા છે અને તેમનો પોતાનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. તેમની સાસરી મહેસાણા જિલ્લાના વડનગર ખાતે થાય છે. વડનગર એટલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન અને તેમની સાસરી પક્ષ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમને મહત્વ પૂર્ણ જવાબદારી મળ્યા બાદ સમગ્ર ગુજરાત રબારી સમાજ નું ગૌરવ હિરલ દેસાઈ એ વધાર્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેઓ હવે ગુજરાત પ્રદેશ ભાજપમાં રિચર્સ ડેવલપમેન્ટ સેલ હેઠળ રાજ્ય સ્તરે કરશે રિચર્સની કામગીરી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા રાજકીય લેબોરેટરી ગણાય છે. દેશમાં વડાપ્રધાન પણ મહેસાણામાં વડનગરના જ છે. પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પણ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના વતની છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ મહેસાણાના કડીના છે. ત્યારે દેસાઈ સમાજ ની વડનગર ની યુવા મહિલા કાર્યકરને પ્રદેશ ભાજપ મા મહત્વપૂર્ણ જવાબદારી સોંપતા દેસાઈ સમાજમાં હર્ષની લાગણી પ્રસરી છે.

Published On - 4:47 pm, Mon, 2 May 22

Next Article