Gujarati Video : મહેસાણામાં અમેરિકા જવાની ઘેલછામાં 55 લાખનો ચૂનો લાગ્યો, પીડિતે આરોપી સામે ફરિયાદ નોંધાવી

આરોપી ભાવેશ વાળંદ અને પ્રશાંત સોની સહિત ત્રણ કબૂતરબાજોએ સાઉથ અમેરિકાના વિઝા અપાવવાનું કહીને રુપિયા પડાવી લીધા હતા અને વિઝા અપાવ્યા ન હતા. જેના પગલે પીડિતે આરોપી વિરુદ્ધ મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 1:50 PM

રાજ્યમાં ફરી એક વાર કબૂતરબાજીની ઘટના સામે આવી છે. મહેસાણામાં વધુ એક કબૂતરબાજોએ વિદેશ જવા ઈચ્છનાર વ્યક્તિને રૂપિયા 55 લાખનો ચૂનો લગાવ્યો છે. પીડિતને આર.એમ.એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં બોલાવી કબૂતરબાજોએ છેતરપિંડી આચરી હતી. આરોપી ભાવેશ વાળંદ અને પ્રશાંત સોની સહિત ત્રણ કબૂતરબાજોએ સાઉથ અમેરિકાના વિઝા અપાવવાનું કહીને રુપિયા પડાવી લીધા હતા અને વિઝા અપાવ્યા ન હતા. જેના પગલે પીડિતે આરોપી વિરુદ્ધ મહેસાણાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો : Video : મહેસાણામાં અમેરિકા જવાની ઘેલછામાં 50 લાખ ગુમાવ્યા, પૈસા લઇ બે એજન્ટ ફરાર

આ પહેલા પણ મહેસાણાના લીંચ ગામે રતન ગઢપરામાં રહેતા આ છે 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ કે જેમના પુત્ર સુનીલને અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા. અને અમદાવાદના બે શખ્શો એ તેમને વિશ્વાસ અપાવતા બંનેને રૂપિયા 50 લાખ આપી પણ દીધા. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલને અમેરિકામાં ઘુસાડી દેશે. પણ દિનેશ પટેલના પુત્ર ને અમેરિકા જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">