Breaking News : ગુજરાતમાં ભર ઉનાળે કરા અને પવન સાથે કમોસમી વરસાદ, મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં માવઠાનો કહેર, જુઓ Video

મહેસાણા જિલ્લામાં કરા અને તેજ પવન સાથે કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, ખાસ કરીને ઉનાવા APMCમાં કૃષિ માલ પલળી ગયો છે.

Breaking News : ગુજરાતમાં ભર ઉનાળે કરા અને પવન સાથે કમોસમી વરસાદ, મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં માવઠાનો કહેર, જુઓ Video
| Edited By: | Updated on: Apr 07, 2026 | 3:40 PM

મહેસાણા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કરા અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડતા મહેસાણા, વિસનગર, બહુચરાજી અને સાંપાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માહોલ બદલાયો છે. ઉનાવા APMCમાં માવઠાના કારણે મોટું નુકસાન થયું છે, જ્યાં રાખેલો કૃષિ માલ પલળી જતાં વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને દાહોદ જિલ્લામાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. સાથે જ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ વરસાદ પડી શકે છે.

વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ માવઠાની આગાહી છે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આંધી-તોફાન સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

આ તરફ, આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હવામાનમાં આ બદલાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફ ફેરવાતા ગરમીમાં વધારો થશે અને તાપમાનમાં આશરે 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે.

21 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, જુઓ Video

Follow Us