Mehsana: પીએમ કેર ફોર ચિલ્ડ્રન (pm cares for children) સ્કીમ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 29મી મે 2021ના રોજ બાળકો માટે શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય 11મી માર્ચ 2020થી શરૂ થતાં સમયગાળા દરમિયાન કોવીડ 19 રોગચાળામાં માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોને સહાય કરવાનો છે. આ યોજનાનો ઉદેશ્ય બાળકોની સર્વગ્રાહી સંભાળ અને સુરક્ષા સતત સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દ્વારા બાળકોને આરોગ્ય વીમો આપી તેમના સ્વાસ્થ્યને સક્ષમ કરવામાં આવ્યું. બાળકોને શિક્ષણ આપી તેમનું ભવિષ્ય સક્ષમ બનાવવામાં આવ્યું. આ બાળકો 23 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે આર્થીક સહાય આપી આત્મનિર્ભર અસ્તિત્વ તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાળક 18 વર્ષની ઉંમરથી સ્ટાઈપેન્ડ આપશે. 23 વર્ષે બાળક પહોંચે ત્યારે તેને રૂ.10 લાખ સુધીની નાણાંકીય સહાય મળવાપાત્ર છે. SDRF-MHAના નિર્દેશ અનુસાર પ્રતિ મૃત માતા-પિતા દીઠ રૂ.50 હજારનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમના શિક્ષણ અને આરોગ્યની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.
આ યોજનમાં સ્પોન્સરશીપ યોજના અન્વયે રૂ 2000ની માસિક સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી બાળ સહાય યોજના- મુખ્યમંત્રી બાળ સહાય યોજના અંતર્ગત રૂ 4000ની દર માસે ચૂકવણી કરવામાં આવે છે. કાર્યક્રમમાં PM મોદીએ જણાવ્યું કે, કોરોનાએ ઘણાની જીંદગી સંઘર્ષમય બનાવી દીધી છે. આ બાળકોની તકલીફ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. પીએમ કેર ફોર ચિલ્ડ્રનની આ સહાય બાળકોને સારું શિક્ષણ, આરોગ્ય પૂરું પાડશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન પણ પૂરી પાડવામાં આવશે. આ બાળકોની હિંમતને હું સલામ કરું છું. દેશની સંવેદના તમારી સાથે છે. બાળકો તમારે હાર નથી માનવાની, તમારે દેશ માટે આગળ વધવાનું છે.
મહત્વનું છે કે, મહેસાણા જિલ્લાના 13 બાળકોને રાજ્યભા સંસદ જુગલજી ઠાકોર અને જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે યોજનાના દસ્તાવેજ આપી સહાયની રકમ પૂરી પાડી હતી. સંસદ સભ્યશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ બાળકો અને તેમના વાલીઓ સાથે વાતચીત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી એવી તમામ સુવિધા પૂરી પાડવા અધિકારીઓને સૂચના આપી હતી.
Published On - 6:44 pm, Mon, 30 May 22