મહેસાણામાં એસિડ એટેકનો ભોગ બનેલ યુવતીએ પોણા છ વર્ષે જોઈ દુનિયા, 27 ઓપરેશનો બાદ ફરી આંખ ખૂલી

|

Jan 06, 2022 | 7:13 PM

રાજ્યમાં એસિડ એટેકની પહેલી ઘટના મહેસાણામાં હતી. જેમાં કોલેજ જઈ રહેલી યુવતીની બન્ને આખો અને ચહેરાને ભારે નુકસાન પહોચ્યું હતું.

મહેસાણામાં એસિડ એટેકનો ભોગ બનેલ યુવતીએ પોણા છ વર્ષે જોઈ દુનિયા, 27 ઓપરેશનો બાદ ફરી આંખ ખૂલી
Acid attack victim Kajal

Follow us on

પોલીસ અધિકારી (Police officer) બનવાના સપનાં સાથે મહેસાણા (Mahesana) માં 2016માં કોલેજ જઈ રહેલી યુવતી કાજલ પ્રજાપતિ (Kajal Prajapati) પર એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એસિડ એટેક (Acid attack) કર્યો હતો. ચહેરા પર એસિડ પડતાં કાજલની બન્ને આખો અને ચહેરાને ભારે નુકસાન પહોચ્યું હતું. 6 વર્ષ સુધી અંધકારમાં જીવન જીવ્યા બાદ હવે ફરી તેની એક આંખ ખૂલી શકી છે.

મહેસાણામાં એસિડ એટેકની ઘટનાએ ત્યારે રાજ્ભરમાં ચકચાર મચાવી હતી. 2016માં કાજલ પોતાના નિયતક્રમ મુજબ કોલેજ ગઈ હતી. પરંતુ, તેવા સમયે એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા કાજલ પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. જે ઘટના માં કાજલની બન્ને આખો અને ચહેરા ને ભારે નુકશાન પહોચ્યું હતું. આ ધટના બાદ આજે 6 વર્ષ જેટલા સમય દરમ્યાન એના પર અનેક ઓપરેશન કર્યા બાદ તે એક આંખે જોઈ શકે છે. અને બીજી આખે ક્યારે જોઈ શકશે તે હજી પણ નક્કી નથી.

મારે પોલીસ ઓફિસર બનવું છે, હું હિંમત નહીં હારુંઃ કાજલ
મારે બનવું હતું પોલીસ અધિકારી. મારે કરવો હતો અભ્યાસ. પણ ગુજરાતની પહેલી એસિડ એટેકની ઘટના એ મારી જિંદગી બદલી નાખી. આ શબ્દો છે એ કાજલ મહેન્દ્રભાઈ પ્રજાપતિના કે જેના પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નાખ્યો હતો એસિડ અને આ ઘટના બાદ તેના દરેક સપના જાણે ખતમ થઈ ગયા. જો કે, 27 સર્જરીઓ બાદ 6 વર્ષે એક આંખ ખુલતા ફરીથી કાજલ પોલીસ અધિકારી બનવાના સપના સેવી રહી છે. તો બીજી તરફ આ છ વર્ષ દરમ્યાન એને દુનાયાદારીનો એવો ખરાબ અનુભવ થયો છતાં તે આજે હાર માન્યા વગર ઝઝૂમી રહી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

મહેસાણાની એક દીકરી કે જેને પોલીસ અધિકારી બની લોકોની અને પરિવાર ની સેવા કરવાના સપના જોયા હતા. મહેસાણાની કાજલ મહેન્દ્રભાઈ પ્રજાપતિએ ધોરણ 12 પછી આ જ સપના સાથે મહેસાણા શહેરમાં આવેલ નાગલપુર કોલેજમાં બી કોમ નાં પહેલા વર્ષ માટે એડમીશન લીધું હતું. પરંતુ 2016 માં એવી એક ધટના બની કે આ દીકરી નાં તમામ સપના એક જ દિવસ માં વેર વિખેર થયા. કાજલ પોતાના નિયતક્રમ મુજબ કોલેજ ગઈ હતી. પરંતુ, તેવા સમયે એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા કાજલ પર એસિડ ફેંકવામાં આવ્યું હતું. જે ઘટના માં કાજલની બન્ને આખો અને ચહેરા ને ભારે નુકશાન પહોચ્યું હતું.

એકતરફી પ્રેમીએ કહ્યું હતું કે ‘તું મારી નહી થાય તો કોઈની નહીં થવા દઉં’
લોહી પાણી એક કરીને દીકરીને ભણાવી પોલીસ બનવવા માંગતા રિક્ષાચાલક પિતાનું સપનું એ પૂરું કરવા માંગતાં હતાં એટલે એકતરફી પ્રેમીને એમણે ના પાડી અને આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો. એકતરફી પ્રેમમાં પાગલ છોકરાએ કહ્યું કે, “તું મારી નહી થાય તો કોઈની નહીં થવા દઉં” અને એમનાં પર કૉલેજની બહાર ઍસિડ નાખ્યો. પોણાં છ વર્ષમાં 27 ઑપરેશન પછી કાજલની બેમાંથી એક આંખ ખૂલી છે, હવે કાજલ ફરીથી ભણવા માંગે છે. તે પોલીસ આધિકારી બનીને અન્ય કોઈ યુવતી સાથે આવી ઘટના ન બને તે માટે કામ કરવા માગે છે.

27 જેટલા નાના મોટા ઓપરેશ કરવામાં આવ્યા
કાજલ પ્રજાપતિ ઉપર એસિડ એટેકનો 2016 માં ગુજરાતનો પ્રથમ બનાવ હતો. ગરીબ પરિવાર ઉપર આવી પડેલ આ આફત માં સંવેદન શીલ ગણાતી સરકારે પણ મદદ કરી નહિ. કાજલ ઉપર થયેલ એસિડ એટેક બાદ 27 જેટલા નાના મોટા ઓપરેશ કરવામાં આવ્યા. જોકે કોઈ દાતા કે મોટી સંસ્થાઓ તેમજ NGO આ ગરીબ પરિવારની વ્હારે આવ્યા નથી.

અત્યાર સુધી 17 લાખથી વધુ રૂપિયાનો ખર્ચ થઇ ચૂક્યો છે
હાલમાં કાજલનો પરિવાર તેના ઓપરેશન પાછળ લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરી ચૂક્યો છે અને હજી પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે તેમ છે. સરકાર દ્વારા અત્યાર સુધી ફફ્ત 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે જ્યારે સારવાર માટે અત્યાર સુધી 17 લાખથી વધુ રૂપિયા નો ખર્ચ થઇ ચૂક્યો છે. આ પરિવાર મજૂરી કરી અને અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લાવી તમામ ખર્ચ કરી રહ્યા છે . આ ઘટનાને પગલે જે યુવક દોષી હતો તેને કોર્ટ દ્વાર સજા આપવામાં આવી છે. પરતુ સાચી સજા તો નિર્દોષ કાજલ અને તેનો પરિવાર આજે પણ કોઈ ગુના વગર ભોગવી રહ્યો છે.

પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે
મહેસાણાના રામોસણા ગામમાં રહેતી કાજલ પ્રજાપતિ કે જેનાં પિતા મહેન્દ્રભાઈ રીક્ષા ચલાવે છે અને માતા ઘરકામ કરે છે. તેઓ પોતાની દીકરીને ભણાવી ગણાવી અને એક પોલીસ ઓફીસર બનાવવા માંગતા હતા. તેના માટે માતા પિતા દિવસ રાત જોયા વગર મહેનત કરતા હતા.

ચહેરો જોઈને કોઈ નોકરી આપતું નથી.
એક આંખે હવે આ દુનિયા ફરીથી જોઈ શકતા તેણે દુનિયા સમક્ષ જવાનો અને ફરીથી અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે. ફરીથી પોલીસ અધિકારી બનવાનુ સપનુ જોઈ રહી છે. જો કે, આ દુનિયામાં લોકો પાસેથી મળતા જવાબ તેને પરેશાન કરી રહ્યા છે. નોકરી મેળવવા જાય તો આ ચહેરા સાથે નોકરી નહી મળી શકે તેવા જવાબ મળે છે. છતાં હિંમત નહી હારેલી કાજલ હિંમત હારતી નથી. જે તે સમયે સરકારે કાજલને સરકારી નોકરી મળશે તેવી વાતો પણ કરેલી. જો કે હજુ સુધી સરકારી શું ખાનગી નોકરી પણ કાજલને મળી નથી. હાલમાં કાજલે ફરી એક વાર અભ્યાસ શરૂ કર્યો છે. ત્યારે કાજલ અને તેના પરિવારને આશા છે કે સરકાર તેને સરકારી નોકરી આપશે.

આ પણ વાંચોઃ Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા સંત સંમેલનમાં હાજર 40 લોકો કોરોના સંક્રમિત

આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ બાદ રાજ્યમાં પ્રાથમિક સ્કૂલો પણ બંધ થવાની સંભાવના, જોકે સરકાર હજુ અવઢવમાં

Published On - 7:06 pm, Thu, 6 January 22

Next Article