Breaking News : 108 ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું વડનગર ! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવી અનોખી ‘ડમરૂ યાત્રા’ની શરૂઆત – જુઓ Video

મહેસાણાના વડનગરમાં ડમરૂ યાત્રાનું આયોજન થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી ડમરૂ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ ઉત્સવ અંતર્ગત 108 કલાકારોએ ડમરૂ યાત્રામાં ભાગ લીધો હતો.

Breaking News : 108 ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું વડનગર ! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવી અનોખી ડમરૂ યાત્રાની શરૂઆત - જુઓ Video
Damru Yatra 108 Artists Harsh Sanghavi
Image Credit source: X
| Edited By: | Updated on: Aug 13, 2026 | 1:12 PM

મહેસાણામાં પવિત્ર શ્રાવણમાસનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર શ્રાવણોત્સવની ઉજવણી થઈ. આ ઉજવણી નિમિત્તે નાયબ મુખ્યમંત્રીએ ડમરુ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 108 જેટલા કલાકારોએ ડમરુનો નાદ ગાજવતા વડનગર જય હાટકેશ અને હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું. આ સાથે નાયબ મુખ્યમંત્રી એ 21 જેટલી હેરિટેજ લૂક વાળું રિક્ષાઓનો પ્રારંભ કરાવ્યો.

શ્રાવનમાસની ભક્તિમય માહોલમાં ઉજવણી

મહેસાણાના વડનગરમાં શ્રાવનમાસની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી વડનગર પહોંચતા તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. હર્ષ સંઘવીએ ડમરુ વગાડી ડમરુ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. 108 કલાકારોએ ડમરુના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જ્યો. આ ડમરુ યાત્રા ઐતિહાસિક શર્મિષ્ઠા તલાવથી શરૂ થઈ હાટકેશ મહાદેવ મંદિરે પહોંચી.

હેરિટેજ રિક્ષાઓનો પ્રારંભ

ડમરુ યાત્રા બાદ નાયબ મુખ્યમંત્રીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ 21 જેટલી હેરિટેજ લુક વાળી રિક્ષાઓનો પ્રારંભ કરાયો સાથે જ તેઓએ આ હેરિટેજ લુકવાળી રીક્ષાની પણ સવારી કરી. તેઓએ જણાવ્યું કે આ રિક્ષાઓ વડનગરની ઓળખ બની રહેવાની છે. સાથે જ વડનગરના પ્રવાસ માટે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આ રીક્ષા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ રીક્ષામાં વડનગરના કીર્તિ તોરણ, તાનારી હાટકેશ્વર, મહાદેવ મંદિર, શર્મિષ્ઠા તળાવ, ઐતિહાસિક મ્યુઝિયમ, ઐતિહાસિક રેલવે સ્ટેશન, સહિતના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત આ રિક્ષામાં પ્રવાસીઓ કરશે રીક્ષાને હેરિટેજ લુક આપવામાં આવ્યો હોવાથી પ્રવાસીઓ રિક્ષા સાથે સેલ્ફી પણ પડાવશે.

વિકાસ માટે અધિકારીઓ સાથે કરી બેઠક

આ ઉપરાંત હર્ષ સંઘવીએ વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. તેમણે વડનગરમાં તૈયાર થઈ રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી અને વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પ્રવેશતાં જ અદભુત અનુભૂતિ થાય અને ભક્તોને હાટકેશ્વર મહાદેવના દર્શન તથા શિવભક્તિનો આનંદ મળી શકે તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટ અને નાગરિક સુવિધાઓ અંગે રિવ્યૂ બેઠક યોજવામાં આવી છે. “હું જ્યાં પણ જાઉં છું ત્યાં આ પ્રકારની બેઠકો યોજીને વિકાસ કામોની સમીક્ષા કરતો રહું છું. ગાડીમાં જે આનંદ ન આવે એ આનંદ રિક્ષામાં આવે છે. વડનગરમાં રિક્ષામાં ફરવાનો મોકો મળ્યો,” તેમ તેમણે જણાવ્યું હતું. વડનગરમાં રિક્ષા સાથે ફોટો પડાવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હર્ષ સંઘવી સાથે ફોટો પડાવવા માટે લોકોમાં પડાપડી જોવા મળી હતી.

આ પણ વાંચો, ભ્રષ્ટાચારી અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સની કરાશે તપાસ

 

Follow Us
Loading...
Unable to load recommendations.