MEHSANA : કડીમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક, કપાસની થશે નિકાસ

|

Mar 19, 2021 | 4:59 PM

MEHSANA : રાજ્યની કોટન સીટી તરીકે ઓળખાતા કડીમાં કપાસની આવક વધી છે. આ વરસે સૌથી વધુ કપાસની આવક નોંધાઇ છે. જોકે ગત વર્ષ કરતા સામાન્ય આવક ઘટી છે.

MEHSANA : કડીમાં કપાસની રેકોર્ડ બ્રેક આવક, કપાસની થશે નિકાસ

Follow us on

MEHSANA : રાજ્યની કોટન સીટી તરીકે ઓળખાતા કડીમાં કપાસની આવક વધી છે. આ વરસે સૌથી વધુ કપાસની આવક નોંધાઇ છે. જોકે ગત વર્ષ કરતા સામાન્ય આવક ઘટી છે. કોરોના કાળની અસર કોટન માર્કેટ પર પણ પડી છે. કડીમાં સૌથી વધુ જીનીંગ મિલ આવેલી છે. અલગ અલગ રાજ્યોમાંથી કપાસ કડીમાં આવે છે. કડીમાંથી સૌથી વધારે કપાસની નિકાસ પણ થાય છે. જેના કારણે કડી કોટન સીટી તરીકે પ્રખ્યાત છે.

ભારતમાં કોટન સીટી તરીકે ઓળખાતું શહેર એટલે મહેસાણાનું કડી શહેર. કે જ્યાં ૧૦૦ થી વધુ કોટન જીનીંગ મિલો આવેલી છે. અને કડી તાલુકામાં મુખ્ય વ્યવસાય કોટન ઇન્ડસ્ટ્રીનો આવેલો છે. ભારતમાં વધુમાં વધુ કોટન ઉત્પાદન કડીમાં થાય છે. જ્યાં મહારાષ્ટ્ર, એમ પી, કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાંથી કપાસની આવક થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ વખતે કડીમાં ૧૫ લાખ ગાંસડીનું ઉત્પાદન થયું છે. તો ગત વર્ષે ૧૬ લાખ ગાંસડીની આવક થઇ હતી. ગત વર્ષે કોરોના કાળ નડી જતા સામાન્ય આવક ઘટી છે. પરંતુ, અત્યારે વર્ષની સૌથી વધુ આવક નોધાઇ છે. ઉપરાંત, જ્યાં કપાસનું ઉત્પાદન થાય છે ત્યાં કોટન ઇન્ડસ્ટ્રીઓ પણ બની છે. એટલે આ વખતે આવકમાં સામાન્ય ઘટાડો નોધાયો છે. તો અત્યાર સુધીમાં સૌથી વધુ આવક કડીમાં ૨૨ લાખ ગાંસડીની કડીમાં થઇ ચુકી છે. કડીમાંથી ચાઈના, બ્રાઝીલ, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે.

Next Article