ગુજરાતની આ મહિલા મોટા પેકેજની નોકરી વગર, દૂધ વેચીને વર્ષે કરોડો રુપિયાની કમાણી કરી, 16 પરિવારોને રોજગાર આપે છે

આજકાલ સૌ લોકો કરોડોની કમાણી કરવાના સપના જોતા હોય છે. કોઈ પોતાની પોસ્ટ પર રહીને સારી કમાણી કરે છે. તો કેટલાક એવા લોકો પણ હોય છે. જે કોઈ ઈન્ટરનેશનલ કંપની કે વિદેશમાં ગયા વગર પણ કરોડો રુપિયાની કમાણી કરે છે.

ગુજરાતની આ મહિલા મોટા પેકેજની નોકરી વગર, દૂધ વેચીને વર્ષે કરોડો રુપિયાની કમાણી કરી, 16 પરિવારોને રોજગાર આપે છે
| Updated on: Sep 22, 2025 | 3:19 PM

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ પંક્તિ ગુજરાતની આ મહિલાએ સિદ્ધ કરી છે.તેમણે એ પણ સિદ્ધ કર્યું છે કે, માત્ર અભ્યાસ કરવાથી કે, કોઈ મોટી નોકરી કરી કરોડો રુપિયાની કમાણી કરી શકાતી નથી. જો તમે મહેનત કરવા પ્રતિબદ્ધ છો અને તમારે કોઈ હાઈપ્રોઈફાઈલ નોકરી વગર પણ સારી એવી કમાણી કરવી છે. તો તમે તમારી મહેનત અને આવડતથી કરી શકો છો.આ મહિલા કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી નથી, માત્ર પશુપાલકનો ધંધો કરી કરોડો રુપિયાની કમાણી કરે છે. પરંતુ જો તમે મહિલાઓએ દૂધ વેચીને કરેલી કમાણીનો આંકડો સાંભળશો તો તમારી આંખો પહોળી થઇ જશે.

દૂધ વેચીને કરોડો રૂપિયાની કમાણી

પશુપાલકોએ દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ક્રાંતિ કરી છે. તેમાં પણ દૂધ ઉત્પાદન થકી મહિલાઓ જે રીતે આત્મનિર્ભર બની છે તે દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ છે, કેમકે આત્મનિર્ભર મહિલાઓ દર વર્ષે દૂધ વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે.ગુજરાત સમગ્ર ભારતમાં સહકારી ક્ષેત્રે અગ્રણી રાજ્ય બન્યું છે.રાજ્યના પશુપાલન ખેડૂતો નોંધપાત્ર સમૃદ્ધિ જોઈ રહ્યા છે.મહિલાઓ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી રહી છે અને મોટા સમાજને પ્રેરણા આપી રહી છે.

 

 

બનાસકાંઠાની મણિબેન દૂધ વેંચીને વર્ષમાં કરોડોની કમાણી કરે છે.2024-25માં જિલ્લામાં બીજા ક્રમે છે. ₹1.94 કરોડનું દૂધ વેચ્યું છે. હવે આ વર્ષે ₹૩ કરોડનું લક્ષ્ય હાંસલ કરવાનું લક્ષ્ય છે. આ મહિલાની ઉંમર 65 વર્ષની છે.65 વર્ષીય મણિબેન જેસુંગભાઈ ચૌધરી સ્થાનિક પટેલવાસ (કસારા) દૂધ ઉત્પાદક સહકારી મંડળીને દરરોજ 1,1100 લિટર દૂધ આપે છે. 2024-25માં, તેમણે 3,47,000 લિટરથી વધુ દૂધનું જમા કર્યું, જેની કિંમત કરોડો રુપિયામાં થાય છે.

નવો ટાર્ગેટ વધુ 100 ભેંસ ખરીદવાનો

આ મહિલાનો નવો ટાર્ગેટ વધુ 100 ભેંસ ખરીદવાનો છે.તેના દીકરાએ કહ્યું વર્ષ 2011માં અમારી પાસે માત્ર 10 ભેંસ 12 ગાય હતી. હવે આ સંખ્યા 230થી વધારે થઈ છે. અમે હવે વધુ 100 ભેંસ ખરીદીને દૂધ ઉત્પાદનને વધારવા માંગીએ છીએ.આજે, આશરે 16 પરિવારો મણિબેનના પશુપાલન કાર્યમાં સામેલ છે. મણિબેન તેમની ગાયો અને ભેંસોનું દૂધ કાઢવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરે છે. પરિવારના સભ્યો સમગ્ર પશુપાલન પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે છે અને તેમને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ મહિલાને લઈ પોસ્ટ કરી છે.

હર્ષ સંઘવીના પરિવારમાં દુર દુર સુધી કોઈ રાજકારણમાં નથી, આવો છે પરિવાર અહી ક્લિક કરો